પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જે કળાના પાત્રમાંથી રંગ અને ગંધ અને રૂપથી આનંદ પામી, એટલાથી જ કૃતાર્થ થાય છે. એથી પર કોઈ તત્ત્વનું તેમને ભાન થતું નથી. આપ માને છે કે કળાની કળા ખાતર જ આરાધના બની શકે એમ છે ? અને જે બની શકે તો ઈચ્છવા જોગ છે ? - 64 આપના લખાણમાં ઈશ્વરનું નામ ઘણી વાર આવે છે અને પ્રાર્થના એ જીવનમાં મોટો ભાગ ભજવતી હોય એમ મને લાગ્યું છે. એ શબ્દથી આપના મનમાં શું ક૯પના થાય છે ? ઈશ્વર એટલે શક્તિ, અથવા આ દશ્યજગતથી કેાઈ પરતત્ત્વ કે શું ? વળી આપ ઈશ્વરમાં માને છે તે શેને લીધે? શ્રદ્ધા કે જ્ઞાન કે ભક્તિ કે જીવનમાં એવાં કંઈક ધ્યેયની જરૂર માટે ?” બાપુનો જવાબ એ બાપુની અર્થ ગર્ભ મિતાક્ષરી શિલીનો નમૂનો છે. ભારતીના એકેએક પ્રશ્નના એમાં જવાબ આવી જાય છે. પણ એમાં ઘણુંયે અધ્યાહાર રહી ગયું છે : કળા કાને કહેવી એ પ્રશ્ન તો ઊભા જ છે. પણ સૌદય કોને કહેવું એ પણ પ્રશ્ન ખરા ના ? અનંત આકાશના અગણ્ય રવિચંતારા આપણા હાથમાં આવી શક્તા નથી; નિરંતર જ્ઞાનગંભીરતામાં ધૂધવતા સાગર હાથમાં તો નથી આવતો, પણ એના પાણીના એક બિના પણ કરોડમા ભાગ જેવા એક પરમાણુ બરાબર આપણે આ વિશ્વમાં છીએ એવું ભાન કરાવે છે; ભવ્ય હિમાચ્છાદિત પહાડો અને નદીઓ – આ બધામાં અખૂટ સૌદય પડયું છે. એ સૌદર્ય મૂઢ માણસ સિવાય બીજાના ઉપર તો અમુક પ્રકારની ઉન્નતિકર અસર કર્યા વિના નથી રહેતું. આ સૌદર્ય આવી અસર કરે છે કારણ એ સૌદર્ય પરિગ્રહ અને ઉપભાગના સૂદ્રભાવથી અબાધિત છે. કેન્ટ કહે છે ને ! "Beauty gives us pleasure from the mere contemplation thereof, apart from the vulgar ideas of possession and use." | “ સૌદર્ય, આપણને પરિગ્રહ અને ઉપભોગના સ્થૂળ વિચારોથી નિરપેક્ષ ભાવે, કેવળ તેનું ચિંતન કરવાથી આનંદ આપે છે.” એટલે જ એ શાંતિપ્રદ છે, ઉન્નતિપ્રદ છે. તેવું જ કળા અને કળાનાં પાત્રાનું છે. કળા માત્ર આત્માની કળા છે, આત્માનું પ્રતિબિંબ છે, એટલે જેવા આત્મા તેવી કળા. આત્માનું જેવું રૂપ, રસ અને ગંધ તેવાં જ કળાનાં. રૂ૫, રસ અને ગંધ પણ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. કેવળ રૂ૫, રસ અને ગધથી કૃતાર્થ થનારા પીટર બેલ તે ઘણાય હશે, છે, પણ તેમાં કૃતાર્થતા નથી. કળાની ખાતર કળાની આરાધના ન કળાકાર કરી શકે, ન કળાને ભોગવનાર કરી શકે. કળા કરનારના આત્માને અંદર પ્રતિબિંબ પડશે અને કળા ભોગવનાર તો કળા જેવી હશે તે પ્રમાણે ચડવાને કે પડવાના જ. ૨૧૬

Gandhi Heritage Portal

૨૧૬