પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બાપુ સવારે ૯ વાગ્યે અને સાંજે છ વાગ્યે રાજ સોડા અને લીંબુ પીએ છે. લીબુ ઉનાળામાં મોંઘાં થાય છે એટલે બાપુએ ૨૪--૨૨ આંબલી વલ્લભભાઈને સૂચવી. આંબલીનાં ઝાડ તે જેલમાં ઘણાંય છે. વલ્લભભાઈ એ એ વાતને હસી કાઢી : 4 આંબલીના પાણીથી હાડકાં ભાંગે, વા થાય ! ” બાપુ પૂછે : “ ત્યારે જમનાલાલજી પીએ છે તે?” વલ્લભભાઈ : “ જમનાલાલજીનાં હાડકાં સુધી આંબલીને પેસવાનો માગ નથી.” બાપુ: “ પણ એક વાર મેં ખૂબ આંબલી ખાધી છે.” વહેલભભાઈ : “ તે કાળે તો આપ પથ્થર પણ હજમ કરી શકતા. માજે તે શી રીતે બને?” વલ્લભભાઈ હવે પરબીડિયાં બનાવવામાં પ્રવીણ થતા જાય છે. દરરોજ કંઈક નવી યુક્તિ સૂઝે છે અને કાગળના ટુકડેટુકડા ઉપર એમની નજર હોય છે. બાપુ કહે: “ નકામા કાગળ ઉપર તમારુ ચિત્ત એવું ચોંટેલું હોય છે, જેવું પેલી બિલાડીનું ધરાળી ઉપર ચાંટેલું હોય છે.” આજે આઈ. જી. પી. ડૉઈલ આવી ગયા. બાપુએ “ક” વર્ગવાળાને કાગળ અને લખવાની સામગ્રી આપવા માટે કાગળ લખ્યો હતો તેને અંગે. એ માણસના વિવેકનો પાર નડાતો. અમારી સૌની સાથે હાથ મેળવ્યા. બાપુને કહે : “ ઘણા વ્યવસાયને લીધે જ નથી આવી શકયો. તમે કરેલી માગણી તક્ત વાજબી લાગે છે અને મેજર ભંડારીને હું કહી દઈશ. પણ એને માટે સર્વસામાન્ય હુકમ તમે ન માગશે. યોગ્ય માણસને એ આપવી જોઈ એ એ સમજી શકાય છે.” વલ્લભભાઈને કહે : “તમારી દીકરીએ કાગળ લખ્યા છે તેના જવાબમાં બેલગામમાંથી સારી સારી બહેનોને અહીં* લાવી લેવાની વ્યવસ્થા કરું છું. એને લખજે કે એની ચિંતા ન કરે.” માણસ હુ મીઠો લાગ્યા. જેયુર પૂછે: “ પહેલી જ વાર મળ્યા કે ? ” મેં કહ્યું : 4 “ હા, મજાના માણસ લાગ્યા.” જેફર : “ અનુભવ નથી તમને. બાલવે જ મીઠા છે.” બાપુનું તો એક કામ એણે ટાળ્યું નથી, બકે ઘણાં હૈડાગે કર્યો છે એમ કહી શકાય. પણ કયાં આપણે અનુભવ અને કયાં એના હાથ નીચેના માણસનો ? ડાઈ લે એક વાત કરી કે મારો સિદ્ધાંત છે કે કેદી બહાર શું કરીને આવ્યે છે તેને વિચાર ન કરવા, નહી તે અમારાથી સજજનતા જાળવી શકાય જ નહીં'. પણ આ વાત બરાબર છે ? ક્રાઈ માણસ તોફાની પ્રકૃતિનો ૨ કે એક ૨૧૭ ( | { 3 3 { ત્ર ( ર ) ૩ .

Gandhi Herita de Portal

૨૧૭