પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

, હોય, ખૂન જ કરીને આવ્યા હોય તોય તેને પણ બીજાની સાથે જ મૂકી દેવાય. કદાચ એ ઠીક હોય. માણસને દરવાજામાં લાવ્યા કે પછી તેની ઉપરનો વર્તાવ, તેની અંદરની વર્તણુક અને તેની રહન સહન અને આદતા ઉપર આધાર રાખે છે. તેણે કરેલા ગુના ઉપર શા સારુ આધાર રાખે? અને છતાં કાળી ટોપી, પીળી ટોપી, વગેરે તો એ લોકોને નોખા પાડી જ દે છે. e બિરલાનું કરન્સી ઉપર લખાતું પુસ્તક વાંચતાં વાંચતાં બાપુ કહે : જેટલી માટી ચારી તે ચારી નહીં, માટી લૂંટ તે લૂંટ નહીં, મોટા પ્રમાણમાં ખૂન તે ધર્મયુદ્ધ. દેશનું હેમ લૂંટયું, એમ લૂંટયું, ધન ખેંચી જાય છે, તેટલાથી સંતોષ ન થયો એટલે દૂડિયામણના ત્રાગડા રચ્યા. તેથી સંતોષ ન થયા એટલે રિઝર્વ લૂંટચ. દુનિયામાં એકે દેશ આવી રીતે લૂંટાયો અને હણાયો નહીં હોય. મહમદ ગઝની એક વાર તૂટીને ચાલ્યા ગયા. મોગલે લૂંટયું હશે તે પણ દેશમાં રહ્યું. પણ આ લૂંટ !! ” ડોઈલ આવી ગયા એ વાતથી અને એણે માગણી તુરત સ્વીકારી એ વાતથી મેજરને કંઈક આશ્ચર્ય થયેલું. પણ ડોઈ લે જે ૨ –૬– રૂ ૨. મુદ્દામાલ બતાવ્યો હતો અને જે મેજર તેને આપી આવ્યા હશે એમ અમે અનુમાન કર્યું હતું, અને સ્વીકારી લીધું હતું તે તો મેજર નહીં આપી આવેલા પણ બીજી કોઈ જેલના હતો એમ એની સાથેની વાતચીત ઉપરથી ખબર પડી. બાપુ કહે : “ જુએ, આપણે આ માણસને ફરી પાછા અન્યાય કર્યો. કોઈ માણસને વિષે તુરતાતુરત ન્યાય આપવા બેસી જવું એ ભયંકર વસ્તુ છે.’ •. . જે અવારનવાર ઉપયોગી છતાં વ્યર્થ, કુતૂહલ જનિત સવાલ પૂછે છે તેને બાપુએ કાગળ લખ્યો તેમાંથી: “ તમારી જેમ બીજાએ પણ માનેલું છે કે હું પોતે સંયમી અને બ્રહ્મચારી જીવન ગાળું છું, એટલે મારે તે દીર્ધાયુ થવું જ જોઈ એ. વાસ્તવિક રીતે મારે વિષે આ માન્યતા બરાબર નથી, અથવા તો બીજાની સાથે મુકાબલો કરતાં જ થોડેઘણે અંશે બરાબર ગણી શકાય. લગભગ ૩૦ વર્ષની ઉંમર લગી મેં વિષયસેવન તો કર્યું જ હતું. ખાદા પદાર્થના સંયમ હતો એવો પણ દાવો નહીં કરી શકાય. કેવળ સ્વાદને ખાતર અનેક વસ્તુઓ ખાતા. પછી ધીમે ધીમે સંયમ તરફ જીવનપ્રવાહ ચાલ્યા. એને પણ અર્થ એવો તો ન જ કરી શકાય કે હું જિતેંદ્રિય બની ૨૧૮

Gandhi Heritage Portal

૨૧૮