પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગા. ઈદ્રિયાને અંકુશમાં રાખતાં શીખ્યો, એટલે જ દાવો કરી શકાય. એટલે વિષયાદિની અસર જે શરીર ઉપર થવાની હોય તે તો થઈ જ ચૂકી હતી. તેમાં જેટલે સંયમ ભળે તેટલે અંશે એ અસર મેળી પડી. પણ બીજા સમકાલીન જે એટલે પણ સંયમ ન પાળતા હોય તે મારા ઓછીવત્તા સંયમથી માહ પામે અને તેથી મારામાં નબળાઈ એ હાય તે તેની નજરે ન ચડે.” જેલ તરફથી મળતી વિશેષ ટા–ગમે તે હેતુથી–તમે ન ત્યાગી હોય તેની અસર બીજા ઉપર સારી નથી પડતી એમ લખેલું (અગાઉના કાગળના જવાબમાં) તે પરત્વે લખ્યું: “ હું કેદી તરીકે જે છૂટા ભોગવું છું તે વર્ગીકરણને લીધે નથી. હું તો ગુનેગાર કેદીમાં ગણાતો નથી. એવા કેદીઓને પહેલેથી જ ઘણી છૂટો રહેલી છે. પણ આ કાંઈ મારા કાર્યના બચાવ નથી. મારા જેવા કેદીને તો સરકાર અમુક છૂટ આપે છે. પણ એ સ્ટના ઉપયેાગ કર ન કર તે તો કેદીની ઉપર જ આધાર રાખે છે. એટલે તમે લખો છે તે પ્રમાણે ગેરસમજ થાય એ તદ્દત સ્વાભાવિક છે. એ ગેરસમજનું જોખમ વહોરીને પણ જે છૂટ હું લઈ રહ્યો છું તે લીધાં કરવી એ જ મને સાર્વજનિક દૃષ્ટિએ યેગ્ય લાગ્યું છે. પણ એ વિચારશ્રેણીનો બચાવ કરવાપણું ન હોવું જોઈએ. એની મેગ્યતા સ્વયંસિદ્ધ લાગવી જોઈએ. પણ ન લાગે તાયે જ્યાં સુધી હું એાગ્ય માનું ત્યાં સુધી મારે તેને વળગી રહેવું જોઈએ. આ નીતિ સુકાનીને લાગુ પડે છે. સુકાની જે માર્ગે જતા હોય તેનું હંમેશાં કારણ ન બતાવી શકે. પણ જો તેને જે ખરા ભાગ લાગતા હોય તે માર્ગને કોઈનું સાંભળીને છાડે તો તે સુકાનીની પદવીને લાયક નથી. એવા સુકાનીએ પોતાના કબજામાં રહેલાં વહાણ ભેખડો પર ચઢાવી દીધાં છે. એટલે મારા જેવાને તમારા જેવાએ જ્યાં જ્યાં શંકા ઊઠે ત્યાં ત્યાં સાવધાન તો કરી જ દેવા જોઈએ. પણ પછી એ સાવધાની છતાં પોતાનો માર્ગ ન છોડે તો એ જ ચગ્ય છે એમ શ્રદ્ધાથી માનવું જોઈએ. એમ કરતાં કેટલીક વાર શ્રદ્ધા ખેાટી નીવડે છે. પણ જીવનમાં સામાજિક તંત્ર ચલાવવાનો બીજો રસ્તો છે જ નહીં. મને જ્યારે લાગશે કે અમુક કે એક પણ છૂટ ન ભોગવવી ત્યારે તેનો ત્યાગ કરવાની મારામાં શક્તિ છે, એમ અત્યારે તો મને ભાસે છે. કેવળ સામાન્ય કેદીની જેમ દક્ષિણ આફ્રિકામાં મેં ઠીક વખત રહી જાણ્યું છે. “ કૃષ્ણદાસની બાબતમાં તમે જે સાંભળ્યું તે કયાંથી સાંભળ્યું ? એ વાત તો સાવ ખાટી જ છે. કૃષ્ણદાસને કાઢી મૂકેલ જ નથી. કેટલાંક કારણોને લીધે તેમણે રજા માગેલી. પણ રજા લીધા છતાં તેના સંબંધ તે ૨૧૯

Gandhi Heritage Portal

૨૧૯