પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ફાયમ જ રહ્યો છે. કાઈની પ્રેરણાથી એવું પગલું લેવું મારા સ્વભાવની વિરુદ્ધ છે. કૃષ્ણદાસની બાબતમાં કાઈ એ મને એવી જાતની પ્રેરણા કરી જ નહોતી. પણ આ વાતનું મૂળ હું જાણવાને ઇચ્છું છું. એટલે જે જણાવી શકાય તેમ હોય તો જણાવશો.” દેવદાસની માંદગીને તાર ગોરખપુરથી આવ્યો. હવે સારું છે. તાવ ટાઈફ્રોઈડ નથી એમ હનુમાનપ્રસાદે તારમાં જણાવેલ. ૨ –હૃ–'રૂ ૨. તાવની અમને તે ખબર નહોતી. બાપુએ તાવ વિષે વધારે ખબર મંગાવવા તાર કર્યો. તથા દેવદાસને કાગળ લખ્યા : (૮ ચિ. દેવદાસ, - “ મને બીક તો હતી જ. પરમ દિવસે એવું કાંઈક લાગ્યું જ હતું કે ક્યાંકથી એવા સમાચાર આવવા જોઈએ. તેટલામાં કાલે તાર આવ્યો. તુરત વલ્લભભાઈને કહ્યું : “ એ તાર શાના છે ?” તો તારી માંદગીને નીકળ્યો. ગોરખપુરમાં તું હોય અને તાવમાંથી ઊગરે એ ન બનવા જેવું હતું. પણ ધારી લઉં છું કે આ કાગળ મળે ત્યાં સુધીમાં તું તાવમુક્ત થયા હશે. તારા સ્વભાવ પ્રમાણે એવે સમયે તારી પાસે મિત્રમંડળ સગાંસાંઈ વીંટળાઈ રહ્યાં હોય તો તને ગમે એવું મેં માન્યું છે. તેને તું યોગ્ય છે કેમ કે તેં ઘણાની સેવા કરી છે. પણ હું રહ્યો પથ્થરની છાતીને. એટલે પશ્ચિમ તરફથી ત્યાં દોડી જવા કોઈને પ્રેરવાનું મન જ ન કરું. ને થાય તો દબાવું. તત્ત્વજ્ઞાનનો અમલ તારી ઉપર ન કરું તે કાની ઉપર કરાય? એ તું સમજ, સહન કર, અને પ્રકુટિલત રહે એમ હું ઈચ્છું છું. તારાં સગાંસાઈ, મિત્ર, માબાપ બધું ઈશ્વર છે, બીજાં તો નામનાં છે. તે પોતે અપંગ, તેનું ધાર્યું થે જ ઊગે છે ? એ કુટી બદામના આશ્રય લેવાને બદલે સર્વવ્યાપક શક્તિનો આશ્રય લેજે. તેની મરજીમાં આવશે એવી મદદ તને તે મોકલી દેશે. મારા વિશ્વાસ તો એવા છે કે હું જ્યાં હશે ત્યાં તારા પાડોશીને તારી તરફ ખેંચી લેશે. જેલમાં જુદો અનુભવ થવાનું કારણ નથી. | “ આટલું લખ્યા પછી કહું છું', આશ્રમમાંથી કોઈની હાજરી તું ઇચ્છે તો ત્યાં અવશ્ય તાર કરજે. પણ મારી આશા તો એ છે કે આ મળે ત્યારે તારી માંદગી ભૂતકાળની વાત થઈ ગઈ છે. અમારા બધાના આશીર્વાદ તો તારા ખીસામાં જ છે.” - આજે શ્રીમતી નાયડુના એક સુંદર કાગળ આવ્યા. તેમાં એ પોતાની સુંદર રસાઈની વાત કરે છે :

Gandhi Heritage Portal

૨૨૦