પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

"Samples of wonderful cookery: toffee made of tamarind pulp and jaggery, khichri cooked in a broth of drumsticks and other delicacies purely original and spontaneous in inspiration!" મારી અજબ રસાઈના નમૂના : આમલી અને ગાળની ટોફી, સરગવાની સીગના શાક સાથે પકાવેલી ખીચડી, અને બીજી કેટલીય સ્વાદિષ્ટ વાનીએ તદ્દન મૌલિક અને સહજસ્વયં પ્રેરિત.” એટલે મેં' વલ્લભભાઈ ને કહ્યું : “જેલમાંથી જ સરગવાની સીંગ મળે તે હું તમને બનાવી દઉં.” વલ્લભભાઈ કહે : “જા જા, એ તારાથી શેની બને?" બાપુ કહે: * વલ્લભભાઈ ને તો પેલી ચણાના લોટમાં સરસ રીતે બનાવેલી જોઈ એ. અને તમે તો બાફેલી સીંગની વાત કરે છે!” પછી બાપુ કહે : “ જે દુનિયામાં કયાંય શાકને છેક જ બગાડી નાખીને બનાવવામાં આવતાં હોય તો તે હિંદુસ્તાનમાં છે. ગિબનના પુસ્તકના આરંભમાં રામના દરબારોની ખાણીપીણી અને મોજશોખની વાત છે તેવી આપણી દશા છે. આપણે ખાવાના અનેક કૃત્રિમ સ્વાદ કરી મૂકવા, અનેક મસાલાઓ શોધ્યા અને એ મસાલાના સ્વાદને માટે જ શાક ખાઈ એ છીએ.” મે કહ્યું : “ કેટલીક વસ્તુ મસાલા વિના ન જ ખવાય. મીઠું સૂરણ બાફેલું ખાઈ શકાય પણુ વવરતું સૂરણ તો ભઠ્ઠીમાં બાફવું જોઈએ અને પછી એમાં ગાબ આમલી અને મસાલો જોઈ એ.” બાપુ કહે: “તો એ સૂરણ ન ખાવાલાયક ગણું. અળવીનાં પાન કાઈ બાફેલાં ખાતું જ નથી કારણું ખવાતાં નથી, અને ખવાતાં નથી એટલે એમાં ચણાનો લોટ અને ધૂળપથ્થર વગેરે નાખીએ છીએ. એ પાન ખાવાલાયક નથી એમ કેમ ન સમજીએ ?” હોર એલિશા કહે છે : “૧૬ ૦ લાખ પોડના પરદેશી માલ આવતા એાછા થા. એ તે એટલી દેશમાં બચત થઈ. પણ આપણા માલ પરદેશ જતા પણ ઓછો થયે એનું શું ? એ વિકટ સવાલ તા.લાઝાન અને એકટાવામાં જ છોકલી શકે, જ્યાં સામ્રાજ્યની અંદર ખુલા વેપારની નીતિ નક્કી થવી જોઈએ. જે આપણે માલ કાઈ ખરીદે નહીં તો પરાણે શી રીતે ખરીદાવીશું ? a વિનાશકાળે વિપરીત બુદ્ધિ. જો એણે વેપાર પણ કાયમ રાખવો હોય તો તે હાજી હારૂન હારૂન અને પમુખમ્ ચેટી અને અતુલ ચેટ મારફતે કાયમ રાખશે કે એને માટે ગાંધીને તથા પુરુષોત્તમદાસ અને બિરલાને પૂછવું જોઈ શે ?

Gandhi Heritage Portal

૨૨૧