પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આનંદપૂર્વક કરેલા કામનું દબાણ નથી લાગતું. પણ જેની પ્રવૃત્તિ આસરી છે, એ સ્વાર્થને વશ થઈને પોતાના શરીરની પાસેથી અનેક પ્રકારનાં કામ લે છે, અને પછી પડી ભાંગે છે. એવા માણસ સ્વસ્થચિત્ત તો હતા જ નથી અને એને આપણે નમૂનારૂપ કોઈ પણ રીતે લઈ શકતા નથી.” - બીજો એક ઉદ્દગાર એ જ કાગળમાંથી: “ વ્યભિચારીને માટે સ્ત્રી એ અવગુણની ખાણ જ છે, એમ કહેવામાં દોષ નથી. જેમ અર્થલાભીને સારુ સાનાની ખાણ એ નરકની ખાણ છે, પણ જગંતને સારુ એ નરકની ખાણ નથી, સેનાના સદુપયોગ ઘણા છે.” નારાયણ પાને: "There is nothing like finding one's full satisfaction from one's daily task however humble it may be. To those that wait and watch and pray God always brings greater tasks and responsibilities." - ‘“ આપણાં રાજનાં કામ ગમે તેટલાં નાનાં હોય પણ તેમાંથી આપણે પૂરા સંતોષ મેળવી લઈ એ એના જેવું બીજું કશું નથી. જેઓ રાહ જુએ છે, જાગ્રત રહે છે, અને પ્રાર્થના કરે છે તેને ઈશ્વર હંમેશાં મેટાં કામે અને મેટી જવાબદારીઓ મેળવી જ આપે છે.” મીરાના કાગળમાં હાથની પીડા અને અલૂણા ખેરાકનું વર્ણન કરીને લખે છે : "There is a splendid sentence in Sir James Jeans' book: Life is a progress towards death.' Another reading may be life is a preparation for death. And somehow or other we quail to think of that inevitable and grand event. It is grand event as a preparation for a better life than the past, as it should be for everyone who tries to live in the fear of God. “ સર જેમ્સ ઇન્સના પુસ્તકમાં એક ભવ્ય વાકય છે : જીવન એ મરણ તરફની પ્રગતિ છે.' બીજો પાડે એ હોઈ શકે કે જીવન એ મરણ માટેની તૈયારી છે. પણ કોણ જાણે કેમ એ અનિવાર્ય અને ભવ્ય પ્રસંગના વિચાર કરતાં આપણે ધ્રૂજી ઊઠીએ છીએ. આપણા ભૂતકાળના જીવન કરતાં વધુ સારા જીવનની તૈયારી તરીકે પણ એ પ્રસંગ ભવ્ય છે, અને જેઓ ઈશ્વરના ડર રાખીને ચાલવાના પ્રયત્ન કરે છે તેમને માટે તો એ હમેશાં સારા જીવનની તૈયારી જ હોય છે. ” ૨ ૨૩

Gandhi Heritage Portal

૨૨૩