પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

. .એ પૂછયું કે ઝેરી સાપને શરીર ઉપરથી ચાલ્યા જવા દેવા વિષેની વાત સાચી છે ? બાપુએ લખ્યું : “ સાંપકી બાત ઠીક હૈ ઔર ઠીક નહી ભી. સાંપ મેરે શરીર પરસે ચલા જા રહા થા. ઐસે મૌકે. પર ચૂપચાપ પડે રહનેકે સિવા ઔર સે યા તા દૂસરા કાઈ ક્યા કર સકતા ચા ? ઇસલિયે ઇસમે કોઈ સ્તુતિકા કારણ નહી દેખતા, જેસી સ્તુતિ લેખકને કી હૈ. ઔર વહ ઝહરીલા થા, ચા નહીં યહ તો કૈસે કહા જા સકતા હૈ ? મૃત્યુ કેાઈ ભય કર ઘટના નહીં હૈ. એસે ખ્યાલ બહુત વર્ષોસે રહને કે કારણ મેરે પર કિસીકી મૃત્યુ જ્યાદ સમય અસર નહી કર સકતી હૈ.” બાપુએ મીરાના કાગળમાં જીવનને મરણની તૈયારી કહ્યું. ગેટને પોતાના પ્રાણેશ્વર માનનારી બેટીના એક કાગળમાં એ ૨૭-૬- રૂ ૨ જ શબ્દ વાપરે છે : "How could I be other than happy in the thought that at last he has attained that eternal bliss for which his whole earthly life had been a preparation ?" ૮૮ એમને છેવટે શાશ્વત શાન્તિ મળી છે એ વિચારથી મને આનંદ કેમ ન થાય ? તેમનું આખુ દુન્યવી જીવન એને માટે તૈયારીરૂપ હતું.” - છગનલાલ જોષીને કાગળ લખ્યા તેમાં અપરિગ્રહબતની વ્યાખ્યા વિષે પૂછેલું તે ફરી સમજાવ્યું : * કુદરત જીવમાત્રને માટે પ્રતિક્ષણની હાજત પ્રતિક્ષણ પેદા કરે છે અને લવલેશ પણ વધારે પેદા નથી કરતી એ સત્ય હું તે રાજ અનુભવી રહ્યો છું, અને એ મહાન કાયદાનો આપણે ઈચ્છીએ અનિચ્છાએ, જાણ્યે અજાણ્યે પ્રતિક્ષણ ભંગ કરીએ છીએ, એ પણ જોઈ રહ્યો છું. અને એવા ભંગથી એક તરફથી ઘણા માણસો ભાગથી પીડાય છે અને બીજી તરફથી અસંખ્ય માણસો ભૂખથી પીડાય છે, એ તે આપણે બધા જોઈ શકીએ છીએ. એટલે એક તરફથી ભૂખમરા અને બીજી તરફથી અમેરિકાના ધનિક અર્થશાસ્ત્રનો ખાટો અર્થ કરીને અનાજનો નાશ કરે છે, એ આપત્તિમાંથી ઊગરી જવાના આપણે પ્રયત્ન છે, હા, આ કુદરતના કાયદાનું પૂર્ણ પાલન અત્યારે તો અશક્ય છે જ. પણ તેથી આપણે ગભરાઈ જવાનું કાંઈ કારણ નથી.” પ્રાર્થના વિષે પૂછતાં પ્રેમાબહેને ટકોર કરેલી કે તમે સાકારમૂર્તિને નિષેધ કેમ કરો છો ? ઈશ્વર વિષેની ભાવના આપણી સામાજિક, રાજકીય સ્થિતિની સાથે બદલાતી ગઈ છે. શંકરના કાળમાં સ્વરાજ હતું એટલે ઈશ્વરની સાથે સમાનતાની વાત હતી, રામાનુજના વખતમાં ગુલામી હતી २२४

Gandhi Heritage Portal

૨૨૪