પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એટલે માણસે દાસાનુદાસ થવાનું માગ્યું. સાકારનો નિષેધ કરી છે છતાં તુકાએ તો “ સુદ્રા હૈ સ્થાન ગુમાં વિવરી’માં જ સાક્ષાત્કાર કર્યો છે. એ વિષે બાપુએ : “ પ્રાર્થનામાં સાકારમૂર્તિને મેં નિષેધ નથી કર્યો. નિરાકારને ચડતું સ્થાન આપ્યું છે. કદાચ એમ ભેદ કરવા એ બરાબર ન હોય. કોઈ ને કંઈ ને કાઈ ને કંઈ માફક આવે. એમાં સરખામણીને સ્થાન ન હોય. મારી દૃષ્ટિએ નિરાકાર વધારે સારું લાગે. શંકર રામાનુજ વિશેનું પૃથક્કરણ મને બરાબર નથી લાગ્યું. પરિસ્થિતિના કરતાં અનુભવની અસર વધારે હોય છે. સત્યના પૂજારીની ઉપર પરિસ્થિતિની અસર ન થવી જોઈએ. તેને ભેદીને નીકળી જવાનું રહે છે. પરિસ્થિતિને આધારે બંધાયેલ અભિપ્રાય ઘણી વાર ખોટા આવે છે, એમ આપણે જોઈ એ છીએ. પ્રસિદ્ધ દાખલે આત્મા ને દેહનો છે. આત્માના અત્યારે દેહની સાથે નિકટ સંબંધ છે, તેથી દેહથી ભિન્ન તેવો આત્મા ઝટ નથી દેખાતો. આ પરિસ્થિતિને ભેદીને જેણે પહેલું વચન ઉચ્ચાયું: “આ નહીં', તેની શક્તિને હજુ કોઈ પહોંચ્યું જ નથી. આવાં અનેક ઉદાહરણો તને સહેજે મળી આવશે. તુકારામ ઇત્યાદિ સંતાનાં વચનાના શબ્દાર્થ કરવા યોગ્ય જ નથી. તેનું એક વચન હમણાં વાંચવામાં આવ્યું છે એ તારે સારુ ઉતારું છું : “વેઢા માતાજી પાપતિ 'વાળું અભંગ. આમાંથી હું એ સાર ખેચું છું કે આવા સાધુસંતની ભાષાની પાછળ જે ક૯પના રહી છે તે આપણે જોવી જોઈએ. એ સાકાર ભગવાનનું ચિત્ર ખેંચતા હોય છતાં નિરાકારને ભજતા હોય. એ આપણે પ્રાકૃત મનુષ્યા ન કરી શકીએ તેથી તેઓને ભેદ સમજીને ન ચાલીએ તો મરી રહીએ.” બીજા ઉદ્ગારા એ જ કાગળમાં : ** જેને પોતાના કામમાં તન્મયતા છે તેને બાને કે ઘસારા નથી લાગતો. જેને રસ નથી તેને ઓછું પણ વધારે લાગે છે. જેમ કેદીને એક દિવસ પણ વર્ષ જેવા લાગે છે, ભાગીને એક વર્ષ દહાડા જેવું લાગે છે. યુરોપનું સંગીત પહેલાં સાંભળતા ત્યારે કંટાળો આવતો. હવે જ તેમાં કાંઈક સમજ ને રસ પડે.” પરશુરામે વધારેમાં વધારે કામની હદના સવાલ પૂછયો હતો તેને બાપુએ આપેલા જવાબ અને આ ઉપરના ઉદ્ગારોની સાથે નીચેના ઉદ્ગારા સરખાવવા જેવા છે : "The man who loves God does not measure his work by the eight hour system. He works at all hours and is never off duty: As he has opportunity he does good. Everywhere, at all times, and in all places, he finds opportunity to ૨૨૫ ૧૫

Gandhi Heritage Portal

૨૨૫