પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શરમ નહીં' આવી હાય !” વલ્લભભાઈને હસતાં હસતાં કહે: " તમને ' સી' મળવો જોઈતો હતા.” વલ્લભભાઈ કહે : " મને કૅમ્પ જેલમાં મોકલે તો બહુ રાજી થાઉં."

* **

એક માણસને એણે પૂછેલા સવાલના જવાબમાં બાપુએ લખાવ્યું :

"It is possible and necessary to treat human beings on terms of equality, but this can never apply to their manner. One would be affectionate and attentive to a rascal and a saint, but one cannot and must not put saintliness and rascality on the same footing."

" માણસમાત્રને સમાનભાવે ગણવો એ શક્ય અને આવશ્યક છે. પણ તેમના ગુણ-અવગુણને એ ધોરણ કદી લાગુ પાડવું જોઈએ નહીં. એક બદમાશ અને એક સંત-બને પ્રત્યે પ્રેમ રાખી શકાય અને તેની સેવા પણ કરાય. પણ બદમાશી અને સંતપણાને કદી એક કક્ષા ઉપર મૂકી ન શકાય, મૂકવાં ન જોઈએ."

મેં કહ્યું, " ભીડે શાસ્ત્રી ગીતાની સમતાનો એવો અર્થ કરે છે કે આપણે દુષ્ટને મારીએ અને સદાચારીને પૂજીએ એ સમત્વ છે, કારણ દુષ્ટને મારવામાં દયા અને ન્યાયબુદ્ધિ છે. આપણી વૃત્તિ કેવી છે. એના ઉપર આધાર છે." બાપુ કહે : " સ્ટોકસ પણ એમ માને છે એ તમે જાણો છો ના ? હું કહું છું કે એવી રીતે દયાથી મારી જ ન શકાય." વલ્લભભાઈ હસતાં હસતાં કહે : " વાછડાને દયાથી મરાય તો દુષ્ટને કેમ નહીં ? " બાપુએ એ વાત તો હસી કાઢી, પણ વલ્લભભાઈ એ જ્યારે સવાલ ઉઠાવ્યો કે " કોઈની મરવાની ઈચ્છા તે હોતી હશે ? " ત્યારે બાપુએ કહ્યું : " જરૂર હોય, આપધાત કરનારાઓ ઈચ્છા વિના આપઘાત કરતા હશે ? "

* **

ટૉમસને આપેલી લાઠીની વ્યાખ્યા સાંભળીને બાપુ કહે : " એ હવે પોત પ્રકાશ્યાં કરે છે. આવા કેટલાક માણસે પડ્યા છે તે કહે છે કે તડ અને ફડ શા સારુ નથી કરતા ? " કાંઈક મૅક્ડૉનલ્ડની વાત નીકળી અને હોરની પણ. વલ્લભભાઈ કહે: "‘સા. ચોરો છે, નહીં તો હોર આવી રીતે પાર્લામેન્ટમાં બોલી શકે ? " બાપુ કહે : " ચેાર નથી. વિલાયતમાં મેં જોયું કે ચોર હોવાની જરૂર નથી. મરે જેવા અને લૉર્ડ ડિકિન્સન જેવા પ્રામાણિકપણે દલીલ કરતા હતા કે તમારાથી રાજ શી રીતે ચલાવાય ? એવી રીતે બીજા પણ પ્રામાણિકપણે માને. આપણી પાસે સત્તા હોય તો આપણે કેવી રીતે વર્તીએ ? " વલુભભાઈ કહે : " આપણે પણ એમ વર્તીએ,

૨૧