પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ભેદ ખાટો છે. અને આપણો સુધારકના ધમ તો એવા છે કે જે કાંઈ સગવડ માનીએ એ કેવળ નીતિના ધારણ પર બંધાયેલી હોવી જોઈ એ, અને એવા પ્રકારના બધા કેદીને લાગુ પડતી હોવી જોઈ એ. રાજદ્વારીને ઘઉ' અને અરાજદ્વારીને મકાઈ એ મારે સારુ અસહ્ય હોવું જોઈએ. પણ મકાઈ હજમ ન થઈ શકે એવા ખૂની કેદી હોય તો તેને ઘઉં” મળવા જોઈએ; અને મકાઈ ને સહેજે હજમ કરે એવા સરસ હાજરીવાળા રાજદ્વારી કેદી હાય તો એ પાતે ઘઉં' છોડીને મકાઈ જ માગી લે અને તેમ કરીને બીજાને ઢાંકે. પણ આ તો મારા વિચાર થયા. એના આ સ્થાનેથી મારાથી આગ્રહ થાય જ નહીં. સૌ પોતાના અંતર્નાદને અનુસરે.” આ અઠવાડિયાના હજી ઘણાય કાગળ નોંધવા જેવા રહે છે. પ્રાર્થના અને ધ્યાનનો વિષય તો અવારનવાર ચર્ચામાં જ કરે છે. ભાઉને ધ્યાન વિષે વિગતવાર સૂચનાઓ કરી : - ૮૮ કુપનાનું ચિત્ર તો ગમે તે ખેંચ્યું હોય, અને તેનું ધ્યાન ધર્યું હોય તો એમાં હું દોષ નથી જોતો. પણ ગીતા માતાના ધ્યાનથી સંતોષ થાય તો બીજું શું ? ગીતાનું ધ્યાન એ રીતે થઈ શકે : એક તા એને માતારૂપે માની છે, એટલે સામે માતાના ચિત્રની જરૂર રહેતી હોય તો કાં તો પોતાની માતા જ ( જો મરી ગયેલી હોય તે) તેનામાં કામધેનુનું આરોપણ કરીને ગીતારૂપ માનીને ધ્યાન ધરવું, અથવા ગમે તે કાલ્પનિક ચિત્ર મનમાં ખેંચવું. એને ગામાતાનું રૂપ આપ્યું હોય તો પણ ચાલે. બીજી રીત જે થઈ શકે તો એને વધારે સારી માનું છું. આપણે હંમેશાં જે અધ્યાય બાલતા હોઈ એ, તેમાંના અથવા ગમે તે અધ્યાયના કોઈ પણ ક્લાક કે કોઈ પણ શબ્દનું ધ્યાન ધરવું એટલે એનું ચિંતવન કરવું. ગીતામાં જેટલા શબ્દ છે તેટલાં તેનાં આભૂષણ છે અને પ્રિયજનના ગમે તે આભૂષણનું ધ્યાન ધરવું એ પણ તેનું જ ધ્યાન ધર્યા બરાબર છે; તેવું ગીતાનું છે. પણ આ સિવાય બીજી પણ રીત કાઈ ને સાંપડે તો ભલે એ રીતે ધ્યાન ધરે. જેટલાં મગજ તેટલી વિવિધતા હોય છે. કોઈ બે વ્યક્તિ એક જ રીતે એક જ વસ્તુનું પણ ધ્યાન ધરતી નથી. એયના વર્ણનમાં અને કલ્પનામાં કંઈક ને કંઈક તો ભેદ હશે જ. ‘‘ છટ્ટા અધ્યાય પ્રમાણે યુકિચિત પણ સાધના કરેલી નિરર્થક નથી જતી. અને જ્યાંથી રહી ગઈ હોય ત્યાંથી બીજા જન્મમાં તે આગળ ચાલે છે. અને એ જ પ્રમાણે કલ્યાણમાગ તરફ વળવાની ઇચ્છા છે ખરી પણ ૨૨૭

Gandhi Heritage Portal

૨૨૭