પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

tfકાઈ એ બનાવેલ પૂણીમાંથી કાંતવું એ યજ્ઞ અવસ્ય અપૂર્ણ છે. અપંગ હોવાને લીધે મારા જેવા અત્યારે પૂણી ન બનાવી શકે એ શકય છે. પણ જેનામાં શક્તિ છે તેણે તે પોતાની પૂણી બનાવવી જ જોઈ એ.” મથુરાદાસના નાશિકથી કાગળ આવ્યા. તે લખે છે કે મેં વિવાહભંગના સમર્થનમાં એક નાટક લખ્યું છે તે કિશોરલાલભાઈને પસંદ પડયું છે. સંતતિનિયમનની આવશ્યકતા બતાવવા માટે એણે એ દલીલ કરી કે બ્રહ્મચર્ય બધાયને માટે શક્ય નથી. પશુની સાથે માણસને સરખાવાય નહી'. પશુ ગમે ત્યારે ગમે ત્યાં વિષય સંતોષી લે છે. માણસ તેમ કરી શકે નહી' ઇત્યાદિ. એના અનર્થ થાય તેથી એ અનિષ્ટ ન કહેવાય; જેમ છાપવાની કળામાંથી યંકર પરિણામ આવ્યાં તેથી એ કળા અનિષ્ટ સિદ્ધ નથી થતી ઇત્યાદિ ઈત્યાદિ. બાપુએ એને લખ્યું : “ તું નાટક લખશે એવું કદી ધાર્યું નહોતું. તારા વિચારો ખૂબ આધુનિક સુધારાની તરફ વળી રહ્યા છે. અમુક મર્યાદાની અંદર છુટાછેડા થવા જોઈએ એમ હું માનું છું ખરો, પણ એનો પ્રચાર કરવાનું જરાય મન ન થાય. આપણે આપણી વૃત્તિઓના સામાન્ય રીતે તો એવા ગુલામ છીએ કે જે માનસિક સ્થિતિ આજે હોય તે કાલે રહેશે એ વીમે ન ઉતારી શકાય. એટલે સ્વેચ્છાએ થયેલા વિવાહ બહુ સબળ કારણું ન હોય ત્યાં સુધી ન તૂટે એ જ બરાબર જણાયાં કરે છે. અસ્પૃસ્યતાના પ્રશ્ન પર બાની સાથે મેં છૂટાછેડા કર્યા હોત તો આજે જે સુંદર સ્થિતિ વર્તે છે તે તો ન જ હોત ના ! બા કોણ જાણે કયાં પડી હોત ! અને હું કેવા વિવાહ કરી બેહે હેાત એ કાણ કહી શકે ? પણ છેડા છૂટા ન જ થઈ શકે એ વારસામાં ઊતયુ"; એટલે એ વિષમ કાળ વીતી ગયા અને અત્યારે ! તો એનાં સ્મરણો જ રહી ગયાં. એથી મારી આશા છે કે તારા પુસ્તકમાં તે જ્યારે ઈચ્છા થાય ત્યારે એકબીજાને છેડા છેડવાની વગર ટૅમ્પની પરવાનગી નહી આપી હય. “ વિષયેચ્છા થાય ત્યારે તે તૃપ્ત કરવાના મનુષ્યના ધમ હોય તો તે સંતતિનિયમનના કત્રિમ ઉપાયાની આવશ્યકતા હું સમજી શકુ'. પણ જો સંતતિની ઇચ્છા વિનાને વિપયભાગ એ પાપનું મૂળ ગણીએ અને મારી દૃષ્ટિએ ગણવું જોઈ એ – તે કૃત્રિમ ઉપાયોથી સંતતિની ઉત્પત્તિ રોકવી એ પાપનું વ્યાજ ચઢાવવા જેવું છે. કુદરતને તો નિયમ છે જ કે જેવું કરે તેવું ભરે. મનુષ્ય વિષય આચરે તો ભલે સંતતિનો બેજો ઊંચકે. સ્ત્રી શું કામ ઊંચકે એ પ્રશ્ન અપ્રસ્તુત ગણાય, કેમ કે આપણે સ્ત્રીને સંપૂર્ણ સ્વતંત્ર ૨૨૯

Gandhi Heritage Portal

૨૨૯