પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

દેવદાસના કાલે તાર આવ્યા. તેમાં તાવની વિગત હતી. ૧૨ દિવસ થયાં તાવ આવે છે. નરમ ટાઈઈડની શંકા જાય છે. વધારેમાં વધારે ૧૦૨ અને છેલ્લાં ત્રણ દિવસ થયાં ૧૦૦ની નીચે છે. હવા અતિશય ખરાબ છે. તમારા કાગળ નથી. બાપુ કહે : “ હવાનું વર્ણન એ માટે લખ્યું છે કે તમે મારી બદલી કરાવી શકતા હો તો કરાવો.” o સવારે એને વિચાર કરતા હતા. વલ્લભભાઈ કહે : “ એને બદલાવવા જ જોઈ એ.” બાપુ કહે : કાઈની મારફતે તો નહીં જ. અરજી કરવી હોય તો આપણે જાતે જ કરીએ. પણ મને નથી થતું. હરિલાલ દક્ષિણ આફ્રિકાની જેલમાં બહુ ખરાબમાં ખરાબ જગ્યાએ હતો, પણ તેની બદલી તેણે પોતે કરાવી, મેં માગણી નહીં કરેલી.” વલભભાઈ કહે : “ આપણે ક્યાં કેદી છીએ ? અહી સ્થિતિ જુદી છે, અરજી કરવી જોઈએ.” એટલે આખરે બાપુએ માન્યું અને હેલીને તાર કર્યો કે મારા દીકરા કાઈ પણ કારણું વિના સાથી વિનાના અને ભયંકર ખરાબ જગ્યા ગોરખપુરમાં છે. એ તાવમાં પડવ્યો છે, એને કાં તો દેહરાદુન બદલા, કાં તો અમારે ત્યાં અહી મોકલે.” આજે સવારે પ્રાર્થનામાં ૧૧મા અધ્યાય હતા. પ્રાર્થના પૂરી થયા પછી બાપુ કહે : “ મિ. બેકર જ્યારે મને વેલિંગ્ટન ૨૬-૬- રૂ ૨ કન્વેશનમાં ખ્રિસ્તી બનાવવા માટે લઈ ગયેલા તે દિવસ યાદ આવે છે. એ હું મેશાં મારી સાથે ચર્ચા કરે. હું એને કહું કે મારામાં તું શ્રદ્ધા જાગ્રત કર. જે જે પેાગ્ય અસર તું મારા પર પાડવા ઈચ્છતા હોય તે પાડવા દેવા હું તૈયાર છું. એટલે એ કહે છે વિલિંગ્ટન કન્વેન્શનમાં ચાલ. ત્યાં સમર્થ પુરુષો આવશે. તેને તે મળશે એટલે તારી ખાતરી થયા વિના રહે જ નહીં. આખા ડબામાં બધા ગારાએ બેઠેલા અને હું એકલે ઉપરના બંકમાં ભરાઈને બેઠેલા. એ લોકો કહે, જે આ તો હિકસ નદી આવી, ભવ્ય પ્રદેશ છે, જે સૂર્યોદયનાં દર્શન તો કર; પણ હું ઊતરું જ નહીં. હું તો ૧૧મા અધ્યાયનો પાઠ કરતા હતા. બેકરે મને પૂછવું, શું વાંચે છે? મેં કહ્યું : “ ભગવદ્ ગીતા. એને તો થયું હશે કે કેવો મૂરખ છે કે બાઈબલ નથી વાંચતા. પણ શું કરે ? એને કાંઈ મારા ઉપર બળાત્કાર નહોતો કરવા. કન્વેન્શનમાં મારે માટે ખાસ પ્રાર્થના પણ થઈ. પણ હું' કારો ને કેરા આવ્યા. એક કાપડના વેપારીની દુકાને નોકરી કરનારાએ બિચારાએ પૂછયું : ૮૮ અમારા ધંધામાં તે જરૂઠાણ વિના ચાલતું નથી. શું થાય ? બીજે ધંધા સુઝતા નથી.’’ એને લખ્યું : “ ગમે તે સ્થિતિમાં રહીને જે સત્ય બોલી ૨૩૧

Gandhi Heritage Portal

૨૩૧