પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વિચારો બુદ્ધો અને ઈશુઓ મારફત વ્યક્ત થાય છે. આ બીજાઓ આપણા જાણ્યામાં આવે છે. પેલાએ તો પોતાના વિચારી જ દુનિયામાં મૂકી જાય છે. પોતાને માટે કશે દાવે તેઓ કરતા નથી અને પોતાને નામે કોઈ સંપ્રદાય કે દર્શન તેએા સ્થાપતા નથી. આવી વસ્તુઓથી તેઓ સ્વભાવે જ આધા ભાગે છે. શુદ્ધ સાત્ત્વિક તો તેઓ જ છે. તેઓ કશું જ આંદોલન કરતા નથી. કેવળ પ્રેમમાં મગ્ન હોય છે. 'ચામાં ઊંચા માણસે શાંત, મૂક, અજ્ઞાત હોય છે. વિચારની શક્તિ કેટલી છે તે તેઓ જ ખરેખરી પિછાને છે. તેમને તો ખાતરી હોય છે કે પોતે કઈ ગુફામાં જઈને બેસશે અને તેનાં દ્વાર બંધ રાખીને પણ એપાંચ સારા વિચારો કરીને ચાલ્યા જશે, તો તેમના એ બેપાંચ વિચારો અનત કાળ સુધી જીવંત રહેશે.” ” પ્રિન્સેસ એરિસ્ટાશ, હંમેશાં કાગળો લખ્યાં જ કરે છે. આ વખતે એને કાગળ પોતાની મુશ્કેલી વર્ણવતો આવ્યા : ૨૦-૬- રૂ ૨ "I always look forward with joy for the mail day to come round again when I may write to you. It is such a great help and means to me more than I can express into words. The fact of knowing you lit up my whole Path, giving me strength to bear all the present difficulties. It is with financial worries I have now to cope with. Please to pray for me Mahatmaji, that God might give me the necessary courage and clear sight, especially for my mother's sake, who is over 80 years old. I feel it is an ordeal to pass, and that God will lead me through, and I offer it to Him as an act of self-purification that it may be counted for your sake. All my thoughts and prayers surround you, with incessant devotion and faith for brighter days. God ever keep you and bless you, dear Mahatmaji. "O'er moor and fen, over crag and torrent Till the night is gone." With deepest and faithful affection Efy Aristarchi" * ટપાલને દિવસે મને પ્રાપ્ત થનારા આનંદની હું હંમેશાં પ્રતીક્ષા કર્યા કરું છું. એ દિવસે આપને લખવાનું મળે તેથી મને જે દૂફ અને આશ્વાસન મળે છે તે હું' શબ્દમાં વર્ણવી શકું તે કરતાં વધારે હોય છે. આપને હું ઓળખવા લાગી છું એ વસ્તુ જ મારા પંથને ઉજાળે છે અને ૨૩૭

Gandhi Heritage Portal

૨૩૭