પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છૂપા આશીર્વાદ સમાન નીવડે છે. તમારી આ મુશ્કેલી પણ એવી જ નીવડે. તમારી શ્રદ્ધા અને તમારા હૈયથી તમારાં માતુશ્રીને પ્રેસિાહન મળે. - તમારા મો. ક. ગાંધી તમે ઉપનિષદના સુંદર શ્લોકનું જે ચરણ ટાંકયું છે તેને ઉત્તરાર્ધ આ પ્રમાણે છે : ‘તેન ચર્તન મુંગીકા: કેટલું યથાયોગ્ય છે ?” અભ્યાસ ડેાસા પાછા જેલમાં નથી પહોંચી શક્યા તેનું એમને કેટલું દુ:ખ છે એ જણાવવાને એક વાક્ય પૂરતું છે : "Need I say there is hardly a minute of my conscious hours when I am not thinking of you and your companions and wondering how much I am disappointing you?" ‘મારા જાગ્રત વખતમાંથી એક ક્ષણ પણ એવી નથી જતી જયારે હું તમારા અને તમારા સાથીએના વિચાર ન કરતા હોઉં અને હું તમને કેટલા નિરાશ કરું છું એ સવાલ મને ન ઊઠતા હાય.” ડાસાને બાપુએ કાગળ લખે તેમાં લખ્યું : "You can't disappoint me even if you try. You may not therefore allow such a thought to depress you." “ તમે ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ મને નિરાશ કરી શકો એમ નથી. એટલે આવા વિચારથી તમારે નારસીપાસ થવાની જરૂર નથી.” રિહાના બિચારી રાગે હેરાન, તેને બાપુએ ઉર્દૂ માં લખ્યું: ‘ કોન જાનતા હૈ તંદુરસ્ત રહનેસે અચ્છા હૈ ન દુરસ્ત રહનેસે. નલદમયંતીકી કથા સુની હૈ ના ? નલ બહુત ખૂબસૂરત થા, ઉસે અચાને કે લિયે ખુદાને કરકેટક નાગકેા હુકમ દિયા. જાએ નલકા ફોટા ઔર ઉસે બદસુરત ના દો. જબ નાગને કોટી, નલ ગબડા ગયા. આખરમે ઉસે પતા ચલા કિ યે તો ખુદાકી ન્યામત હ. દીક ઐસા હી મેં તુમ્હારે બારેમે જાનતા . ઈસલિયે દર્દકા ઈલાજ કરતે રહે લેકિન અછે મૂકી હરગિજ ફિકર ન કરે. તુમ્હારે હર હાલતમે નાના નાના હી હૈ ઔર અમ્માજાનકી ખિદમતમે રહના હૈ. (પછી ગુજરાતીમાં ) મારુ ભાષણ ખલાસ. તારે તો ગમે તે થાય હસ્યાં જ કરવાનું છે. જે તે તારુ સર્વસ્વ ઈશ્વરને સોંપ્યું હોય તો શરીર તેનું છે, તારુ નથી. રાગ પણ તેને જ, તને નથી. પછી દુ:ખ કયાંથી ? જે ગઝલ તે ગુજરાતીમાં ઉતારી છે તે સમજવી પડશે. તું માને છે કે તને ચપળ શિષ્ય મળે છે. થોડા વખતમાં તારી આંખ ઊઘડી જશે. ચપળ હોય તે શિષ્ય જ શાને બને ? અને તે પણ તારા જેવી ઉસ્તાનીના? એટલે હરકત નથી. જેવી તું” તેવા હું. અથવા જેવો હું તેવી તું. તે ૨૩૯

Gandhi Heritage Portal

૨૩૯