પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મને શિષ્ય તરીકે પસંદ કર્યો કે મેં તને ઉસ્તાની તરીકે ગાદી પર બેસાડી દીધી એ કાણુ કહી શકે ? ”

  • * વસન્ત’ના ફાગણના અંકની આનંદશંકરની પ્રાસંગિક નોંધથી વલભભાઈને અને મને ચીડ ચઢી. “ એમણે આપણા યુદ્ધને ગયા યુદ્ધની સાથે કેમ સરખાવ્યું ? પ્રજાની નિધનતાની અને બીજી વાત કરીને અને યુદ્ધમાં એકે પક્ષની ઇષ્ટ સિદ્ધિ નથી એવી વાતો કરીને એ નાહકના શા સારુ વણમાગી સલાહ આપે છે?” વગેરે. બાપુ કહે : “ ના, એવું નથી. એમણે તો કહ્યું કે તમે તો અહિંસા ભૂલવા લાગ્યા છે. એટલે એ યુદ્ધ સામાન્ય યુદ્ધ જેવું થતું જાય છે. અને આપણી ભૂલો થાય છે એ તો હું પણ માનું છું. આ પેસ્ટની પેટીઓ બાળવાનું કાને સૂઝયું હશે ? એમાં પારાવાર નુકસાન નાહકનું છે જ. એટલે આનંદશંકર કહે છે કે એમ યુદ્ધ સામાન્ય યુદ્ધની કક્ષા ઉપર ઊતરતું જાય છે.' મેં કહ્યું : “ પણ પાછળના ઉદ્ ગારામાં આવું કશું છે ! નહી. “આપણું યુદ્ધ પણ જો લાંબુ ચાલશે તો ઉભય પક્ષને અતુલ હાનિ કરીને જ શમશે. અમે તો આ યુદ્ધમાં એકે પક્ષની ઈષ્ટ સિદ્ધિનો માર્ગ જેતા નથી.’ આ બધા ઉદ્ગારામાં આ યુદ્ધને જ ઉતારી પાડયું છે. ” બાપુ : “ ના ના, એ તો અહિંસા ભૂલ્યા છે તે પૂરતું જ.”

મે’: ‘ત્યારે એમણે કહેવું જોઈતું હતું કે તમે આટલી આટલી બાબતમાં અહિંસાના પંથેથી કર્યા છે. બાપુ : “ એ ખરું, પણ એ આનંદશંકરની શક્તિની બહાર વાત છે. એમને હંમેશાં જજનું પદ લેવાની ટેવ છે – નટરાજનની જેમ. એ બંને બુદ્ધિવાદી છે. હૃદય ધીમે ધીમે પાછળ જાય છે. પણ જજનું પદ લે તેમાં મને અડચણ નથી, દરેક છાપાવાળા જજનું પદ લે. પણ તેથી તેણે એમ માની લેવાની જરૂર નથી કે બન્ને પક્ષમાં અમુક તો સાચું જ હોવું જોઇએ. એણે બન્ને પક્ષને તટસ્થપણે તપાસવા જોઈ એ – અને પછી એકનું સાવ જૂઠાણું હોય તો તે કહેવું, એકની જ ભૂલ હોય તે ઉધાડી પાડવી, એ આનંદશંકરનું ગળું નથી કે આપણી લડતનું જમાપાસું બતાવે. ઉધાર બતાવીને કહે કે જુએ આ તમારા જમાપાસાને ધોઈ નાખે છે.” 2 આજે વલભભાઈને મળેલા કાગળમાં ખબર છે કે એમનાં ૯૦ વર્ષનાં મા હજી રાંધે છે. કાશીભાઈ એમને વસ્તુઓ ભેગી કરી આપે અને કાશી દાળ ચાખા શાક રાંધી આપે. એ પણ આ જમાનાના એક ચમત્કાર છે, દશ વર્ષ ઉપર એમની પાસે રાંધવાનું લઈ લેવામાં આવત તો ૨૪૦

Gandhi Heritage Portal

૨૪૦