પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાખવાને બદલે આંતરિક સુંદરતા જોતાં આપણે શીખવું જોઈએ. એ જે આપણને આવડે તો સૌન્દર્ય નું વિશાળ ક્ષેત્ર આપણી આગળ ખડું થાય છે. પછી એને કબજો કરવાની ઈચ્છા લુપ્ત થઈ જાય છે. આ વસ્તુ મે કંઈક કઢંગી રીત મૂકી છે પણ હું આશા રાખું છું મારું કહેવાનું તમે સમજી શકશે.” બીજો સવાલ એણે purpose of life (જીવનનું ધ્યેય ) વિષે પૂછળ્યો હતો. તેને વિષે લખતાં : "The purpose of life is undoubtedly to know oneself. We cannot do it unless we learn to identify ourselves with all that lives. The sum total of that life is God. Hence the necessity of realizing God living within everyone of us. The instrument of this knowledge is boundless selfless service. “ જીવનનું ધ્યેય નિઃશંક પોતાની જાતને – આત્માને – ઓળખવાનું છે. જ્યાં સુધી જીવમાત્ર સાથે આપણે અભેદ અનુભવતાં ન શીખીએ ત્યાં સુધી આત્માને ઓળખી શકાતો નથી. એવા જીવનનો એકંદર સરવાળા એ જ ઈશ્વર. એટલે જ આપણા દરેકમાં રહેલા ઈશ્વરને ઓળખવા એ જરૂરનું છે. આવું જ્ઞાન નિ:સીમ, નિઃસ્વાર્થ સેવા દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.” અસ્પૃસ્યાદ્ધારનો વાવટા સ્વામી વિવેકાનંદે ફરકાવ્યો અને તે ગાંધીજીએ ઉઠાવી લીધા, એમ વિલાં બે ત્રણ જગ્યાએ લખે છે. રીલાંનું પુસ્તક એક ઈતિહાસકારનું છે. બાપુના પહેલાં વિવેકાનંદ અને દયાનંદે અંત્યજોદ્ધારના પ્રશ્ન ઉઠાવેલ. એટલે બાપુને એના વારસો મળે, એમ કહેવું ઐતિહાસિક દૃષ્ટિએ સાચું છે. પણ મેં બાપુને પૂછયું કે : “ તમને આ સવાલ સૂઝયો ત્યારે આ બેની ખબર હતી ?” ત્યારે બાપુએ કહ્યું : “ મેં’ વિવેકાનંદના રાજયેાગ સિવાય બીજું કશું આજ લગી વાંચ્યું નથી. દયાનંદના આર્યસમાજની ખબર હતી, પણ અંત્યજોદ્ધારની પ્રવૃત્તિ તેણે કપી હતી એવી મને ખબર નહોતી. અંત્યજસેવાનું કામ મારી માલિક સ્કૂરણા છે.” મેં કહ્યું : * કદાચ એમ કહી શકાય કે દક્ષિણ આફ્રિકાનું વાતાવરણ અને ત્યાંનું આપનું કામ, એને લીધે એ પ્રશ્ન આપની આગળ આવીને ઉભા રહ્યો અને આપને એ કામ ઉપાડવાનું સૂઝયું.” બાપુ કહે : એ બરાબર છે; એ ત્યાં જ સૂઝયો અને ત્યાંના વાતાવરણમાં જ સુઝવ્યો.” મેં કહ્યું : * દરિદ્રનારાયણ’ શબ્દ વિવેકાનંદના છે એ તમે જાણતા હતા ? ” બાપુઃ ૮૬ ના, મેં તો એ દાસબાબુ પાસેથી પહેલા સાંભળ્યા. અને એના જ હશે એમ હું માનતો, પછી મેં જાણ્યું કે એ શબ્દ સ્વામી વિવેકાનંદનો છે.” ૨૪૩

Gandhi Heritage Portal

૨૪૩