પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મીરાબહેનને કાગળ. જીવન એ મરણ માટેની તૈયારી છે, એ બાપુનાં વાક્યનો ભાવ એને બહુ ગમ્યા. મૃત્યુના મિથ્યા ડરનાં ૨૨——'રૂ૨ શેકસપિયરનાં વાક્યો એને યાદ આવ્યાં અને ટાંકડ્યાં તેમાં એક "Cowards die many times before their deaths, the valiants only taste of death, but once." “ કાયર માણસે પોતાના મરણ પહેલાં ઘણી વાર મરે છે. શરાને તો મરણનો લહાવો એક જ વાર મળે છે,” એ હતું. પણ એમાંના એકેમાં બાપુને ભાવે નથી એમ એણે કહેલું. બાપુએ એમાં હિંદુ મોક્ષભાવના અને શરાને આ જન્મે જ મેક્ષ છે અને પછી પાછું આવવાપણું નથીએ વાંચ્યું. "I do not suppose you have noticed that 'the valiants only taste of death but once has a deeper meaning conveying the perfect truth according to the Hindu conception of salvation. It means freedom from the wheel of birth and death. If the word 'valiant' may be taken to mean those who are strong in their search after God, they die but once, for they need not be reborn and put on the mortal coil." k& * શરાને મરણનો લહાવો એક જ વાર મળે છે” એ વાકથની અંદર ઊંડા અર્થ રહેલે છે એ તારા ધ્યાનમાં આવ્યું જણાતું નથી. એમાં હિંદુઓની મોક્ષભાવના મુજબનું સંપૂર્ણ સત્ય રહેલું છે. જન્મમરણના ફેરામાંથી છુટકારો એ એનો અર્થ છે. શરાનો અર્થ ઈશ્વરની ખેજમાં શરા એવા કરીએ તે એવા તો એક જ વાર મરે છે. તેમને ફરી જન્મ લેવાપણું અને મરવાપણું રહેતું નથી.” - મેં શરા અને કાયરને નિશ્ચય કરીને જીવસાટે ટકાવનારા અને નિશ્ચયને વારંવાર તાડનારા ગયા છે. અને નિશ્ચય તાડનારા જેટલી વાર નિશ્ચય તોડે છે તેટલી વાર મરે છે, શરાને મરવું એક વાર છે, એ ભાવ એક વાર ઘટાવ્યો હતો. ‘જીવન એ મરણની તૈયારી છે' નો ભાવ “કર લે સિંગાર ચતુર અલએલી’માં પણ છે, માત્ર ત્યાં જીવને મરણ પહેલાં મરણની તૈયારી કરવાનો ઉપદેશ છે. જો કે જેનું જીવન એક લાંબી તૈયારીરૂપ નથી તેને છેવટે તૈયારી સુઝે જ નહીં. એટલે આખરે એકની એક વાત જ છે. થોડા દહાડા ઉપર કહ્યું તેમ બાપની કલમ જ હૃદયમાંથી ચાલે છે, અને તેમાંથી દરેકને માટે (જેમ પોતાને માટે ) ૨૨–૬– રૂ ૨ યોગ્ય ઉદ્ગાર નીકળે છે. કાલે તિલકમને કાગળ લખ્યો તેમાં મીરા વિષે લખે છે : २४४

Gandhi Heritage Portal

૨૪૪