પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

"She is a pure soul with an infinite capacity for self-sacrifice. એ વિશુદ્ધ જીવ છે. તેનામાં આપભોગ આપવાની અપાર શક્તિ છે.” આજે દેવદાસને લાંબા કાગળ લખ્યો, યુ. પી. ના ગવર્નરને જે તાર કર્યો છે તેના ખબર આપવા ખાતર. તેમાં પણ ક્ષણવારમાં અનેક શબ્દચિત્રા પૂરી દીધાં. “હરિલાલની લાલ યાલી રાજ ભરેલી રહે છે. પીધેલે રહી જ્યાં ત્યાં ભમે છે ને ભિક્ષા માગે છે. બલીને અને મનુને ધમકાવે છે. તેની પાછળ પણ દાનત પિસા કઢાવવાની લાગે છે. મને પણ ભારે ઉદ્ધત ધમકીના કાગળો લખ્યા છે. મનુનો કબજો મેળવવા બલી ઉપર ફરિયાદી કરવાની ધમકી કાઢી છે. મને દુ:ખ નથી થતું. દયા આવે છે. હસવું પણ આવે છે. બીજા એવા અનેક છે એમનું શું ? એમને સારુ પણ આટલું જ મને લાગવું જોઈએ ના ? આ બધા પણ સ્વભાવનિયત કમ કરે છે. શું કરે ? આપણું વર્તન સીધું હશે તો એ છેવટે ઠેકાણે આવશે. હરિલાલ જેવો છે તેવા થવામાં મારા હિસ્સે એવા નથી માનતા. તેનું બીજ રોપાયું ત્યારે હું મૂઢ દશામાં હતો. તે ઊછર્યો એ સમય રાં ગારનો ગણાય. મૈને શરાબના નશા ન હતા. તે એટલી ત્રુટિ હરિલાલે પૂરી. હું એક જ સ્ત્રીની સાથે ખેલ ખેલતા. તે હરિલાલ વધારેની સાથે ખેલે છે. ભેદ માત્ર માપમાં છે, જાતમાં નથી. એટલે મારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈ એ. પ્રાયશ્ચિત્ત એટલે આત્મશુદ્ધિ. એ ગોકળગાયને વેગે થાય છે.' વળી નારણદાસનું ચિત્ર : ** આશ્રમમાં અહી બેઠાં કેટલાક ફેરફાર કરાવ્યાં કરે છે. નારણદાસની અનન્ય શ્રદ્ધા, તેની પવિત્રતા, દઢતા, તેને ઉદ્યમ, કાર્યદક્ષતા, આ બધાને લાભ લઉં છું.” એક જાણીતી સ્ત્રી વિધવા હાઈ એક જાણીતા સકજનને પરણી હતી.' તે સજજનના મરણ પછી એ પાછી પરણશે કે ? એમ મેં સહેરે પૂછયું. વલ્લભભાઈ કહે : “ હવે એ ઘડે કાણ ઘેર બાં? એને તે સૌ કાઈ ઓળખે. અને એની ઉંમર થઈ. હવે એ પરણવા ઇરછે પણ નહીં.” બાપુ: “ એક ૬૪ વરસની બાઈ એ ફરીથી લગ્ન કરેલું મને યાદ છે. મિસિસ એ. કરીને બાઈ હતી. હું એને જાણતા હતા. એણે લગ્ન કીધા પછી મને લખેલું : હું હવે મિસિસ એ. નથી પણ મિસિસ પી. છું. તું મારે ત્યાં આવીશ ત્યારે મારા પતિને એાળખીશ. એ બાઈ કેવળ એક સાથી મેળવવાની ખાતર પરણેલી.' મેં કહ્યું : “ ગેટેએ ૭૩ વર્ષની ઉંમરે એક ૧૮ વર્ષની છોકરી સાથે પરણવાની માગણી કરેલી. એનાં માબાપને આધાત પચ્ચે અને ના પાડેલી.” વહુલભભાઈ : “ ગેટે થયે એટલે આઘાત પહોંચે. હું

Gandhi Heritage Portal

૨૪૫