પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હાઉ” તો એને ડામ દઉં'. એને કહું કે તારી બુદ્ધિ નાઠી છે, અને તે ડામ દીધે જ ઠેકાણ આવશે.” , ન રોકે - " તે સમય ૬ , કાઈ બોળ પ્રેમાબહેનના કાગળમાં આ વખતે મહત્ત્વના સવાલોની ચર્ચા હતી. એને બાપુએ બહુ લાંબો કાગળ લખ્યો : "

    • માછલી બાબત મેં તારે સારુ કાંઈ અપવાદ નથી કર્યો. કૉડલિવર ઈલ નિષિદ્ધ છે, છતાં તે આશ્રમમાં ચાલવા દીધું છે. માંસમચ્છીની માંસમછીરૂપે આશ્રમ પર મર્યાદા સાચવી છે. પણ વ્યક્તિ પરત્વે નથી સાચવી. ન સચવાય. તેથી જ ઇમામ સાહેબ બહાર ખાઈ શકતા. તારે બદલે ધારો કે નારણદાસ હોય. તેણે તે જન્મભર માંસાદિ ખાધાં નથી. પણ તેને ભયંકર માંદગી થાય. તેની ઈચ્છા માંસ ખાઈ ને જીવવાની થાય તો હું તેને જરૂર ન રાકુ . મારા વિચાર તે આજે જાણે છે છતાં મરવાનો સમય એ જુદી વસ્તુ છે. તે સમયે ઈચ્છા થઈ આવે તો તેમાં બાધા ન નાખવાનો મારો ધર્મ છે. એથી ઊલટું કાઈ બાળક હોય તેને સારુ મારે નિશ્ચય કરવાના હોય તો તેને મરવા દઉં પણ માંસ ન આપું. આવું બાની ઉપર વીત્યું હતું એ તું જાણે છે ? ઘણું કરીને એ કિસ્સા “ આત્મકથામાં છે. ન જાણતી હોય અને ત્યાં પણ કાઈ ન જાણતું હોય તો પૂછજે એટલે લખી મોકલીશ. એ પુણ્ય પ્રસંગ-બા અને મારે સારુ - હતો. હવે સમજાયું ? મારે તને માછલી ખાવાનો આગ્રહ કરવા નથી. તેના વિના મરણ થતું હોય તો મરવાને તું તૈયાર હો તો હું મરવા દેવા તૈયાર છું. માછલી ખાઈ ને કદાચ જિવાય તોયે એ મરવાને અર્થે જ ના ? પણ એ તે જે માને તે પાળે તેને ધર્મ છે. એવા ધમ દૂધને વિષે મારી જ ઉપર કયાં લાગુ પાડું છું ? જોકે મને પ્રાણીમાત્રના દૂધના ત્યાગનો ધર્મ દીવા જેવા સૂઝે છે. પણ આવા ધર્મ બીજા પાસે પળાવવાના ન હોય, પોતે પાળવાના જ હોય.”
  • સ્ત્રીપુરુષ વિષે તે બરાબર પૂછયું છે.
  • જે જે બાબતમાં બાળકને કુતૂહલ ઊપજે એ બાબત આપણને ખબર હોય તો તેને કહેવી, ન ખબર હોય તો અજ્ઞાન કબૂલ કરવું. ન કહેવા જેવું હોય તો તેને રોકનાં ને બીજાને પણ ન પૂછવાનું કહેવું. કોઈ દિવસ તેઓને ઉડાવવાં નહી. આપણે ધારીએ તેના કરતાં બાળક વધારે જાણતાં હોય છે. ને ન જાણતાં હોય તે વસ્તુ વિષે આપણે જ્ઞાન ન આપીએ તો અગ્ય રીતે લેવા શીખે છે. એમ છતાં ન દેવા જેવું હોય તે એવું જોખમ ખેડીને

२४६

Gandhi Heritage Portal

૨૪૬