પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પણ ન દઈ એ. ન દેવા જેવું થોડું જ હોય છે. બીભત્સ ક્રિયાનું જ્ઞાન માગે તો તે ન જ આપીએ, પછી ભલે આપણા પ્રતિબંધ છતાં તે આડી રીતે મેળવે.

    • પક્ષીએામાં થતી ક્રિયા બાળકોએ જોઈ અને તે જાણવાની ઈચ્છા થઈ તે હું જરૂર તૃપ્ત કર્યું અને તેમાંથી બ્રહ્મચર્યના પાઠ શીખવું. પક્ષી, પશુ અને મનુષ્ય વચ્ચેનું અંતર શીખવું. જે સ્ત્રીપુરુષ એ જ આચરણ કરે છે તે મનુષ્પાકાર મેળવ્યા છતાં એમાં પશુપક્ષી જેવાં છે. આમાં નિંદાની વાત નથી, વસ્તુસ્થિતિની છે. પશુપણામાંથી નીકળવા સારુ મનુષ્યના આકાર ને બુદ્ધિ મળ્યાં છે.

- “ માસિક ધર્મનું સંપૂર્ણ જ્ઞાન તે ઉંમરે પહોંચેલી બાળાને આપવું. તેથી નાની બાળા તે જાણે અને પૂછે તો તેને પણ તે સમજી શકે એટલું સમજાવાય.

    • બાળકો અને બાળાએ આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ તોપણ કદી અંત લગી નિર્દોષ ન રહી શકે. આ જાણીને તે બધાને અમુક વખતે એ જ્ઞાન આપવું એ જ સારું છે. એ જ્ઞાન પામનાર બ્રહ્મચર્ય પાલન ન કરી શકે એવું નિર્બળ બ્રહ્મચર્યું હોય તે તેનું આપણને કંઈ કામ નથી. એ જ્ઞાન પામતાં બ્રહ્મચર્ય વધારે સબળ થવું જોઈએ. મને પોતાને તો એમ જ બન્યું છે.

‘‘ જ્ઞાન દેવા પામવામાં બહુ ભેદો છે. પોતાના વિકાર પોષવાને સારુ એક જ્ઞાન પામે છે, બીજાને તે અનાયાસે મળે છે. ત્રીજા વિકાર શમાવવા સારુ, બીજાને મદદ કરવા સારુ તેવું જ્ઞાન મેળવે છે.

    • આ જ્ઞાન આપવાની યોગ્યતા હોય તે જ ને તે જ આપે. તને એ આવડત હોવી જોઈ એ. આત્મવિશ્વાસ હોવા જોઈ એ કે તારા જ્ઞાન આપવાથી બાળાઓમાં વિકાર ન જ થાય. વિકાર શમાવવાને સારુ તે જ્ઞાન તું આપે છે એવું તને ભાન હોવું જોઈએ. જો તારે વિષે વિકારની શકતા હોય તે તે જ્ઞાન આપતી વખતે તારામાં વિકાર પેદા નથી થતા તે તારે જોવું જોઈએ. - “ સ્ત્રીપુરના પતિપત્ની તરીકેના સાંસારિક જીવનના મૂળમાં ભાગ છે. તેમાંથી હિંદુ ધર્મે ત્યાગ પેદા કરવાના પ્રયાસ કર્યો છે. અથવા કહો બધા ધર્મો, પતિ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર છે તો પત્ની પણ તે જ છે. પત્ની દાસી નથી, સરખા. હકવાળી મિત્ર છે, સહચારિણી છે. બન્ને એકબીજાનાં ગુરુ છે.

૨૪૭

Gandhi Heritage Portal

૨૪૭