પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મીરાબહેનને કાગળ લખેલે તેમાં બાપુએ પોતાની તબિયતના જરા વિગતવાર હાલ આપ્યા હતા. અલૂણું કેમ છોડવું પડયું, પાતળા ઝાડા થયા વગેરે. તે હકીકત કાગળમાંથી કાઢી નાખવી જોઈએ, એમ મેજરે કહ્યું. બાપુએ અંદર લખી આપ્યું : ** આમાંથી કશી હકીકત પ્રસિદ્ધ નથી કરવાની.” કંટેલી બિચારા કાગળ પાછા લઈ ગયા. મેજર કહે : “ ના, બીજે જ કાગળ લખાવે. આ નહીં ચાલે. કાયદો એ છે કે તબિયતના આવી રીતે ખબર ન અપાય. અને મીરાબહેન ઉપર તો સરકારની આંખ છે. એટલે એ કાગળ એના ઉપર ગયા વિના નહીં રહે.” વલભભાઈ એ પૂછયું : “ થોડા દિવસ ઉપર એક છોકરો અહીં મરી ગયે ?” મેજરે ઠંડે પેટે કહ્યું : “ હા.” બાપુ કહે : ** કેવડેા હતો ? ” સુપરિન્ટેન્ડન્ટ : ‘f મને ખબર નથી.” વલભભાઈ : “ એને શું થયું હતું 2 સુપરિન્ટેન્ડન્ટ : “ જોન્ડિસ. એ જ દિવસ હોસ્પિટલમાં રહ્યો અને મરી ગયો.” જાણે કશું જ ન બન્યું હોય એમ એણે કહ્યું અને અમે સાંભળ્યું ! ! ! મેજરને બાપુએ પૂછયું : “ તબિયતની ખબર ન લખી શકાય એવા કાયદો છે શું ?” મેજર કહે : “ હા, તમારા જેવાને ૨૪-'રૂ ૨ વિષે લાકે ગમે તે માનીને ચિંતા કરવા માંડે. લેડી ઠાકરસી તમારી તબિયતને વિષે સાંભળીને પૂછવા આવ્યાં હતાં. તમને ઝાડા થયા એ ખબર બહાર પડે તો અહીં ઢગલા માણસે તપાસ કરવા આવે !” વલ્લભભાઈ : “ ઑર્ડિનન્સ કઢાવે કે ગાંધીની કોઈ એ ખબર કઢાવવી નહીં ! ' બાપુ : “ નહીં, પણ હું જાણવા માગું કે આ કાયદો છે કે અમારા માટે જ આ કહો છે ? મારે માટે હોય તો હું સમજી શકુ'. પણ કાયદો જ હોય તો મારે તેની સામે લડવું પડશે.” મેજર : ** નિયમ તો છે જ. પણ લડવાની તો ઘણીય વસ્તુ છે, આની સામે શું લડવું ? ” બાપુ : “ એવી નાની નાની વસ્તુઓ તો ઘણીય છે. અને મારા ખબર આપવાથી તો ઊલટી બેટી ખબર ફેલાતી અટકી જશે.” મેજર : ખરી ખબર અમે આપીએ છીએ. કોઈ માણસ પણે માંદો હોય તો તાર કરીએ છીએ.' જેલર : * પેલે કરો મરી ગયા તેને વિષે ટેલિફોન કર્યો હતે.” બાપુ : “ એટલે ગંભીર માંદગી થાય ત્યાં સુધી તમે રોકાઓ.’ વલ્લભભાઈ : ** એ તો મરી જશે એવો ભય પેદા થાય ત્યારે જ ખબર અપાય એવું હશે.” મેજર ચિડાયે. ૨૪૯

Gandhi Heritage Portal

૨૪૯