પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બાપુને મેં કહ્યું : * પેલા છોકરાના મૃત્યુ વિષે એણે જે બેદરકારી બતાવી એથી મને બહુ ચીડ ચઢી.” બાપુ : *એ તો નોકરીમાં માણસ આવા જ થઈ જાય છે.” હું : “ અમારે ત્યાં . . . નાગો માણસ હતો પણ કાઈની માંદગીની વાત હોય તો એને કાળજી રહે. લાગણી પણ થાય. એની રાજ વાતો કરે, ખબર પણ આપી આવે.” બાપુ : ** એ તો એ માણસ દારૂ પીતો હતો ને ? દારૂ પીનાર માણસની લાગણી એવી નાજુક હોય છે.” હું’ : આશ્ચર્ય છે.” વલ્લભભાઈ; “ જોજે લાગણી તીવ્ર કરવાને માટે દારૂ પીતાં ન શીખીશ.” બાપુ કહે : “ટોલ્સ્ટોયે પેલા માણસને દારૂ પાયો ત્યાં સુધી તે એની ખૂન કરવાની હિંમત નહોતી ચાલતી, લાગણી થતી હતી. જ્યારે એણે તમાકુ પીધી ત્યારે લાગણી બુટ્ટી થવા લાગી. બુદ્ધિને ધુમાડા લાગે એટલે પછી માણસ ગમે તે કરે.” આ ગમ્મત ચાલતી હતી, ત્યાં મેજર પાછા આવ્યા. સાથે મેજર ઈલિ અને ટેમસ હતા. ડોઈ લે ટમસની ઓળખાણ કરાવી. બાપુની સામે ખુરશી નાખીને બેઠા. ટોમસ ગૃહમંત્રી)ને બાપુ અગાઉ કાઈ વાર મળેલા નહીં. એણે ખુલાસો કર્યો કે “ હું સરકારી કામે નથી આવ્યું. માત્ર તમારી એાળખાણ કરવા આવ્યો છું.” બાપુએ કહ્યું : “ હું બહુ રાજી થયો.” તબિયતની ખબર પૂછી. હવાની વાત ચાલી. પુસ્તકે બુસ્તકો પૂરતાં છે કે નહીં એ પૂછયું. ઉર્દૂ વાચનની વાત નીકળી. બાપુ કહે : “ લાહોર અંજુમનનાં પુસ્તકે મારે મન આંખ ખોલી નાખનારાં છે.” ટીમસે બહુ રસથી સાંભળ્યું. પૂછયુ કે “ બીજી દેશી ભાષાઓમાં આવાં પુસ્તકો છે ખરાં ? ” બાપુ કહે : « મને ખબર નથી. ગુજરાતીમાં ખાસ આવાં નથી.” પછી પૂછે : “ એમાં પયગમ્બરો વિષે છે ? ” બાપુ કહે : “ ના, મુસલમાન ધર્મ વિષે બધું છે. અને હું તો મુસલમાન માનસ સમજવાને માટે એ વાંચું છું.' પછી ટૌમસે પૂછયું : “ તમે કાંઈ લખી છે ? ” બાપુ કહે : “ હા, હમણાં આશ્રમના ઈતિહાસ લખું છું.' ટેમસ : “ તો તે તમારે કાગળિયાં બહુ જોવાં પડતાં હશે.” બાપુ કહે : “ ના, મેં ‘ આત્મકથા’ અને ‘સત્યાગ્રહના ઇતિહાસ’ કાગળ વિના જ લખેલાં.” ટેમસ : “ બધું જ યાદદાસ્ત ઉપરથી ? ” બાપુ : “ હા, અને પછી કાગળિયાં સાથે સરખાવી જોતાં એમાં કાંઈ ભૂલે નથી જણાઈ. આ ઈતિહાસ તે લખવા સહેલા છે કારણ એમાં એતિહાસિક કરતાં નૈતિક દૃષ્ટિ વધારે છે. મારે બધાં હતા અને નિયમોને વિકાસ કેમ થતો ગયો એ લખવાનું છે.” બાપુ બધું સ્મૃતિમાંથી લખતા હતા એ સાંભળીને પેલા તો સડક જ થઈ ગયા. પછી મુલાકાતની વાત નીકળી. ** તમે સરોજિનીને તે નહીં મળતા હો.” બાપુ: “ એને મળવાની રજા નથી.” મીરાબહેનની ૨૫૦

Gandhi Heritage Portal

૨૫૦