પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છે વિલાયત ૮૪ બંધ ન બાન થવી મુલાકાતની વાત નીકળી. ટૅમસ કહે : “ પણ તમે બીજી મુલાકાત શા સારુ બંધ કરી ? એમ તમે પોતાને સજા શા સારુ કરી ?” બાપુ: “ જેટલું કામ એ કરે છે તેને સારુ એને ન મળવા દો તો કાઈને જ મારે ન મળવું જોઈએ.” ઢમસ : ૪% પણ એ વિલાયત કાગળ મોકલે છે તે મોકલવા બંધ કરે તો અમને વાંધો નથી.” બાપુ કહે : ** બંધ તો ન જ કરે. તમારે જેવા હોય તો જુઓ.” ટૅમસ : ** પણ એ તો જે નુકસાન થવાનું હોય તે થઈ જાય પછી જ અમે જોઈ એના? : બાપુ: ‘તમે એના રદિયા આપે. એ ખાતરીલાયક મળે તો તે પ્રમાણે એ સુધારો પણ કરે.” ટૅમસઃ ‘ પણ નુકસાન થયા પછી સુધારા શા? ” બાપુ: “ એ તો સરકાર એવી ખેતી ખબર બહાર નથી પાડતી? માનવી વ્યવહારમાં એ તો બનવાનું જ.” ટૅમસ : “ બને, પણ અમારે તે એવી ખબર ફેલાતી અટકાવવી જોઈએ.” બાપુ : ૮૮ તમે ઇચ્છા તો સાથોસાથ તમને એની , નકલ મળે એમ કરે. પણ કાપકુપ ન થવા દઉં'. તમારે તે તમારા વિરોધીઓ સાચા હોય એટલા માટે આભાર માનવો જોઈએ.” ટોમસ : “ પણ બધા સાચા નથી.” બાપુ : ૬ પણ મીરા તો અમારા સાચા માણસની આગલી હરોળમાં છે. જાણી જોઈને લેશ પણ જૂઠું ને બેલે.” ટૅમસ : “ એ હશે. પણ ગમે તેવી સ્ત્રી હોય તેને પણ જલદી જલદી બધું માની લેવાની ટેવ હોય છે તે ! બાપુ : ** મીરા એ જાતની નથી. પણ એ લખે તેની નકલ તમને મેલે એ તો હું કરી જ શકું છું.” પ્રાંતિક સ્વરાજની વાત નીકળી. એણે કાઢી ! બાપુ કહે : “ મારા પ્રાંતિક સ્વરાજમાં અને સામાન્ય રીતે સમજાય છે એ પ્રાંતિક સ્વરાજમાં ફેર છે. મારા પ્રાંતિક સ્વરાજમાં પ્રાંતની સત્તા બધી વાતમાં સર્વોપરી હોય. લશ્કર, આબકારી દરેક બાબતમાં. વડી સરકારનો નૈતિક અંકુશ રહે પણ એથી જરાય વધારે નહી". સેમ્યુઅલ હારને મેં આ જ વાત કહી હતી અને એ સમજા એટલે જ એણે કયાંય મારો ઉપયોગ કર્યો નથી અને નથી કે ગાંધીને પ્રાંતિક સ્વરાજથી સ તાપ છે. ” ટોમસ : “ પણ એ તો તમે કહો છો એવું પ્રાંતિક સ્વરાજ એક ગગનવિહાર કહેવાય. એના ઉપર નૈતિક સત્તા તો જોઈ એ ના ? શી રીતે ચાલે ? ? બાપુ : “ હા, ત્યાં પણ માણસા તો પ્રાંતામાંથી જ મેકલેલા હોય ના ? તેમણે માનવું છે એ કે પ્રાંત જે કરે તે બરાબર કરે. રાજાની નૈતિક સત્તાથી બધું થાય છે એમ મનાય છે ના ? અને એ સ્વાંગ જેમ ચાલે છે તેમ આ સ્વાંગ પણ ચાલે. એવું પ્રાંતિક સ્વરાજ આપો તો આજે લઉં', આ મારું પ્રાંતિક સ્વરાજ સક, શાસ્ત્રી વગેરેને નથી ગમતું એ હું જાણું છું. કાઈ કેંગ્રેસીને પણ ન ગમતું હોય ૨૫૧

Gandhi Heritage Portal

૨૫૧