પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પૂછે છે કે ગાંધીએ આ કાગળ ક્યારે લખ્યો? તમે પાસ કેવી રીતે કર્યો ? વગેરે વગેરે. સુપરિન્ટેન્ડન્ટ સાહેબે પાણી પહેલાં પાળ બાંધેલી એટલે ખુશ ખુશ છે. પાળને પાકી મજબુત કરવા કાગળની નકલ મારી પાસેથી લઈ લીધી. અને કહે છે: “ હવે હું લખીશ કે મેં તો નકલ પણ રાખી હતી ! પછી ખબર આપી કે * બિરલાના કાગળ વિષે પણ મારી ઉપર તપાસ આવી છે. એમાં તો કહ્યું હતું નહીં, એણે વિલાયત જવા વિષે અભિપ્રાય માગે અને તમે કહેલું કે મારાથી અહીથી અભિપ્રાય ન અપાય. મારા આ બાબતમાં વિચાર જાણીતા છે. એમાં તપાસ કરવા જેવું શું હતું ? ” એમ લાગે છે કે અહીંથી જના કાગળાથી સરકાર અધીરી થઈ છે, એટલે પણ આ અઠવાડિયામાં અહીં એાછા કાગળ આપવામાં આવ્યા હોય એવું બને ! દૈવ જાણે. આજે વેલભભાઈ એ પૂછયું : “૬ માઝીઝ કોણ હતા ? એ મહમદ પછી થયો કે તે પહેલાં ? ” અાશ્રમની બાળકીએામાં શારદા ભારે વિચક્ષણ છે. એણે પૂછેલા એક સવાલ એ હતો કે બહેન ભાઈની સહધર્મચારિણી કેમ ન કહેવાય ? જો તે એક જ ધર્મનું ફલની આશા રાખ્યા વિના પાલન કરતી હોય તો ? આશ્રમમાં હવે પક્ષીઓ ઘણાં આવવા લાગ્યાં છે. એથી પણ એ બાળકીએ આનંદ પ્રગટ કર્યો હતો. અને નવા આવેલા મારમાંથી એક રૂપાળા માર મરી ગયે તેનો ઉલ્લેખ કરી લખ્યું કે જીવતો તો બહુ શાબીતા લાગતા હતા પણ મર્યો ત્યારે બહુ ખરાબ લાગતા હતા અને શરીર દુર્ગંધ મારતું હતું. બાપુએ એને લખ્યું : “ જેમ મારનું' તેમ આપણું જાણ. રૂપાળાં લાગતાં સ્ત્રી-પુરુષા પણ મૃત્યુ પછી જેવાં નથી ગમતાં ને તેને ઝટ બાળી મૂકીએ છીએ. એથી જ શરીર ઉપર મેહ ન રાખો. . . . સહધર્મચારિણીના અર્થ મૂળે તો તું કરે છે તે જ છે. પણ વહેવારમાં પત્નીને સારુ જ એ વપરાય છે. બહેન પરશે ત્યારે ભાઈની સાથે નથી રહેતી. 'ચારિણી’માં જીવનપર્યત સાથે રહેવાની ગંધ છે. અને શબ્દનો એક અર્થ રૂદ્ધ થઈ ગયા છે. એટલે બદલા મુશ્કેલ છે. જરૂર પણ નથી.' e એક બીજા કાગળમાં લખ્યું : “ મદિરા અને ચારાઓનો ઉપયોગ તો પ્રસિદ્ધ છે. એ દ્વારા લોકો એકઠા થાય, ભજનાદિ કરે, સભાઓ ભરે ઇત્યાદિ, અને એ જ ઉદ્દેશ હતા. 6 મૂર્તિપૂજાની આવશ્યકતા કે નહીં એ પ્રશ્ન ઊઠતો નથી કેમ કે તે અનાદિકાળથી છે અને રહેશે. દેહધારી માત્ર મૂર્તિપૂજક જ હાય.

    • વૈષ્ણવધર્મની પ્રાવિધિમાં ફેરફાર ઈષ્ટ હોવાનો સંભવ છે. ઈશ્વર બધેય છે તેથી મૂર્તિમાંય છે. મૂર્તિપૂજાનો નાશ અશક્ય માનું છું.”

૨ ૫૪

Gandhi Heritage Portal

૨૫૪