પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

દીકરાની વહુને : 66 બાબુના કાનમાં જે તેલનાં ટીપાં નાખે છે તેમાં લસણની કળી કકડાવે તો તે કદાચ વધારે કામ આપશે.” બીજા એક પત્રમાં : ** અનાસક્તિનો અર્થ અવસ્ય એ છે કે પોતાને અને પાતાનાને વિષે અનાસક્તિ. ‘ પર ' ને વિષે એટલે કે સત્યને વિષે, ઈશ્વરને વિષે આસક્તિ, તે એટલે લગી કે તન્મય થઈ જવું, તરૂપ થઈ જવું. એ અર્થ નથી સમજાતા તેથી નિરુત્સાહિતા, ઈત્યાદિ દોષો પેદા થઈ જાય છે.' આજે અચાનક અ ને બેલાવવા ગયા ત્યાં ક્રેસવેલનો ભેટો થઈ ગયા. અમને નથી મળી શકતો તે માટે દિલગીર છે. ૨૬-૬-'રૂ૨ પોતે રાજદ્વારી કેદીઓ વિષે છાપામાં કાગળ લખ્યા એને લીધે કદાચ આ બંધી થઈ હોય એવા એને વહેમ છે. જયકરને મળે છે. આજે જયકર આવે છે. એમ કહેતા હતા. તે તદ્દન નાસીપાસ થયેલ છે અને કદાચ બંધારણ સમિતિમાંથી રાજીનામું આપશે એવા સંભવ છે. કારણ તેમાં કશું જ કામ થઈ શકતું નથી. એ વિષે ચર્ચા કરવા તે અહીં આવે છે. બિચારાએ કહ્યું કે બે અઠવાડિયાં થયાં એ કાગળા લખે છે કે મારું કાંઈ કામકાજ હોય તો લખે. પુસ્તકો, ફળ વગેરે. જે કાંઈ જોઈતું હોય તે મંગાવે. પણ એના કાગળા અહીં આપવામાં આવે તે ને ! a ‘ટાઈમ્સ” અહેવાડિકમાં કેટલીક વસ્તુઓ સારી આવે છે : એક અંગ્રેજ હિંદની સ્ત્રીઓ ઉપર લેખમાળા સરસ લખે છે. * દુર્ગાવતી' - મહેરબાની રાજપુત્રીને કોણ જાણતું હતું ? બાપુને લેખ વાંચી સંભળાવ્યા. તેમને પણ બહુ ગમ્યા. નટરાજન મતાધિકાર ઉપર સારી લેખમાળા લખી રહ્યા છે. અને પરાક્ષ પ્રૌઢ મતાધિકાર ઉપરના લેખમાં એણે બાપુના ગોળમેજીના ભાષણને ખૂબ ટેકો આપ્યો છે. ટાઈમ્સ'માં હૈડ ગ્રે વિષે એક રસિક કિસ્સો છે. સર જેમ્સ એરીએ એનો ૭૦મો જન્મદિવસ પોતાને ત્યાં ઊજા . હૈડ ગ્રે રાજકાજમાંથી નિવૃત્ત થઈ ને લેડનમાં આરામ લે છે અને પંખીએાની સાથે કલેલ કરે છે. સર જેમ્સ ભાષણ કરતાં કહ્યું કે મારા કેનરી પક્ષીની સાથે વાત કરી કે આજે ગ્રેને જન્મદિવસ છે. આપણે ઊજવીએ ? ત્યારે એણે તરત ગ્રેને ઓળખ્યા અને કહ્યું ઊજવા, પણ અમને બધાને એમને મળવા બાલાવજો. એ બધાં પંખીઓ ભેગાં કરવામાં આવ્યાં હતાં. આપણે ત્યાં નથી એ પંખીએાનો શોખ, નથી લેના, નથી લીલોતરીને, નથી પશુઓના. કાલિદાસના કાળમાં આસપાસની સૃષ્ટિની સાથે મનુષ્ય જે ૨પપ

Gandhi Heritage Portal

૨૫૫