પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઐકય અનુભવતો એમ જોવામાં આવે છે તે વિષે આજના આપણે અહિંસાના પૂજારીએ ઉદાસીન છીએ, જ્યારે લોકોને જ્યાં અહિંસાની પડી નથી એવા પાશ્ચાત્ય દેશોમાં બાહ્ય સૃષ્ટિ સાથેનું ઐકર્થ સ્થળે સ્થળે જોવામાં આવે છે. મ્યુરિયલ કાગળ લખે છે તો વસંત આવી તેની સાથે જે જે કુલોથી વાડી, વાડીઓ અને બીડે ઢંકાયાં છે તેનું વર્ણન આપે છે. પ્રીવાની પત્ની લખે છે કે પોતાના નાનકડા વાડામાં થતાં અનેક શાકના છેડે ખીલી રહ્યા છે તેની ઉપર તે વારી જાય છે. આપણે ?

  • અન્ન અને ફળના ભેદ ' વિષે રામેશ્વરદાસને લખ્યું :
    • અન્નાહાર અને ફળાહારની વચ્ચે જે ભેદ પાડવામાં આવ્યું છે એ ખાટા છે એમ જાણજો. શારીરિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ કેટલાંક અનાજ કહેવાય છે, એ કેટલીક પરિસ્થિતિમાં ફળ કહેવાતી ચીજો કરતાં વધારે સાત્ત્વિક હાઈ શકે છે. ભાંયસ્સીંગ કે ફળ ગણાય છે તે પણ લગભગ બધાય રાગોમાં ત્યાજ્ય છે, જ્યારે ભાત અનાજ હોવા છતાં મર્યાદાસર ખાઈ શકાય છે. જેને કેવળ ઇંદ્રિયદમન કરવું છે તે ભાત ખાઈને જેમ તેમ નિર્વાહ કરી લે. પણ મગફળી તેને સારુ ત્યાજ્ય હોવાનો સંભવ છે. તમારી પ્રકૃતિને સારુ પેંડા ઝેર સમા સમજો. દાળભાત રોટલી શાક વગેરે ભર્યું ભોજન ખાવાના કરતાં સાંજે થાડુ, ફળ એટલે કે મુનક્કા, સંતરાં, દાડમ કે એવું કાંઈ રસદાર ખાઈ લે તો જરૂર એ હલકું છે. બાકી ખાવાની ચીજ તરીકે એ બંને અનાજ છે એમ માનવું. અન્નફળનો ભેદ સ્વાદ છેડવાને અસમર્થ છતાં પ્રભુને અને પેતાને છેતરનારા વૈષ્ણવોએ કાઢેલા જણાય છે. વૈષ્ણવ કુટુંબમાં જન્મ હોવાથી હું અનુભવની વાત લખી રહ્યો છું.”

આજે કાંતતાં મને ખૂબ થાક લાગ્યા. કાં તો આ પૂણીમાં પ૦ આંકનું સૂતર કાઢવાની મગદૂર નથી, કાં તો મારો હાથ હજી ૨૭-૬- રૂ ૨ નથી બેઠા. પણ ધીમું કંતાય છે અને તૂટે છે એટલે મારા લગભગ પાંચ કલાક ૮૪૦ વારમાં ચાલ્યા જાય છે. અને થાક લાગે છે તે જુદો. એ ખેટના વેપાર છે. બાપુને મેં કહ્યું કે હું હાર્યો ! બાપુ કહે : ‘‘તુરત જ ફેરફાર કરવા જોઈએ. થાકી જવાય અને ભાંગી પડાય એવું હોય તો એમ તાણવામાં કશો માલ નથી. અધુ કાંતવાનું કરી નાખો. એટલે આવતી કાલથી એ ફેરફાર કરવા પડે છે. અને છતાં મારી ઝડપે તો કશી જ નથી. નારણદાસના કાગળથી ખબર પડે છે કે કેશુ ઈજિશિયનમાંથી ૫૦ આંકનું રૂ૫૦ની ગતિથી કાઢે છે. કયાં કેશુની ગતિ અને ક્યાં મારી ? યોગ: કર્મસુ કૌરામૂના સૂત્રને હું २५६

Gandhi Heritage Portal

૨૫૬