પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અને એની તારીખ પણ ધર ઉપર જોઈ એ. આ વળી કામમાં વધારો. બાપુની આશા અનંત છે, પણ મનુષ્યની શક્તિ અનંત છે ખરી ? આ ચોકઠામાં ગોઠવાયેલ બચ્ચાંને ઊંઘવાનો પૂરતો સમય નથી જ મળતા એ વિષે મેં બાપુનું ધ્યાન ખેંચ્યું. ચર્ચા કરવાનું એમણે વચન આપ્યું છે. મીરાબહેનને અને . . ના એમ બે પત્ર આવ્યા. . . .એ પોતાની કરુણાજનક સ્થિતિ વણવીને જીવનના અંત લાવવાની પણ ૨૬––રૂ૨ વાતો કરી. તુરત બાપુએ . . ને પત્ર લખ્યો. આપઘાતની ઈચ્છી કેમ થાય ? તમે કશી ચેરી તો કરી જ નથી એમ સમજ્યો છું. તેમાંય તે સદ્દો ફરી ન કરવાનો નિશ્ચય કર્યો એટલે એ પ્રકરણ પૂરું થયું. એારી થઈ હોય તોયે આપઘાતનું કારણ તે ન હોય. ચોરી થઈ હોય તે કબૂલ કરે તે માણસ જે ચેરી કરતાં પકડાયા ન હોય અથવા ચારીની જેને કાઈ દહાડો લાલચ આવી ન હોય તેના કરતાં સારા ગણાય. એટલે કંઈ કારણ તમને આપઘાતનું છે જ નહીં. હવે રહ્યું કરજ. તમારી પાસે જે છે તે તમે લેણદારને સાંપા એટલે તમારી જવાબદારી પૂરી થઈ. લેણદાર તમને દેવાળામાં મોકલે તો ભલે માલે. તેમાંય કશી શરમ નથી. જે થાય તે વેઠી લેવામાં પુરુષાર્થ છે. ભુવિષ્યને સારુ તે મેં તમને લખ્યું છે. તમે બન્ને આશ્રમમાં જઈ રહો. ત્યાં જતાં જરાય સંકોચ ન પામજો. જ્યાં ધનવાન થઈને ગયા ત્યાં ધનહીન થઈને કેમ જવાય એવા અભિમાની ખ્યાલ ન લાવશો. સાધુવૃત્તિના માણસ માટે આશ્રમ છે. મને લખ્યાં કરજે. મીરાબહેનની પાસેથી હૂંફ મળે તે લેજે. સત્સંગ એ પારસમણિ છે. એમ સમજી તેની સેાડમાં રહેજો.” e હોરનું ભાષણ આવ્યું. કોંગ્રેસ જ્યાં સુધી સરકારને તિરસ્કારવાનું ભૂલે નહીં ત્યાં સુધી એની સાથે સુલેહ ન થાય. લડાઈ અધૂરી બંધ ન થઈ શકે. બ્રિટિશ રાજ્ય જેવું સાધનસંપન્ન રાજ્ય આવી ચળવળને દાબી ન શકે તે લાજ જાય. એ લડાઈ પૂરી કર્યો જ છુટકા છે.—એ એની દવનિ હતો. બાપુએ દેવદાસને કાગળ લખ્યા તેમાં અનાયાસે આ વસ્તુનો અપ્રગટ ઉલ્લેખ થઈ ગયેલ : ૧ અમને બધાને સારી પેઠે ધીરજ છે, એટલે બેચાર સાલ વીતી જાય તો કંઈ હરકત નથી. એટલું વ્યાજ ચઢાવીને દામ લઈશ,” મે બાપુને આનો અર્થ ન પૂછળ્યો. આવી બાબત ધ્વનિત રહે એ જ સારી. એનું પૃથક્કરણ કર્યું નથી જતું. અને મેં એ પ્રકારનું કુતૂહલ દબાવવાની ટેવ કેળવી છે. ૨૫૮

Gandhi Heritage Portal

૨૫૮