પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

દેવદાસે રાજાજીને Wet Parade (ટ પેરેડ) પુસ્તક મેકલેલું, એટલે રાજાજીએ એ વિષે થોડા ઉદ્ગાર દેવદાસ ઉપર લખેલા કાગળમાં કાઢયા. અમેરિકન અને અંગ્રેજ લેખક વિષેના એમના અભિપ્રાયે નાંધવા જેવા છે : "The Wet Parade' is a fine novelization of all that has to be said on American Prohibition. Chapter after chapter moves up in deliberate order, just clothing up all the prohibition points. Too much of set purpose and according to programme'. But a good and exhaustive treatment of the subject, to satisfy those already convinced and make them feel armed and strengthened. You may remember Mathuradas gave me once a book of Zola's to read. It is incomparably superior, but that book deals with alcohol, rather than prohibition. Sinclair's book is a powerful indictment of corruption in American politics, -- might frighten one in regard to political prospects in India. "A real high class English writer is so superior to mere propaganda writers like Upton Sinclair. Soon after finishing the 'Wet Parade' I got a book of short stories of Hardy. The contrast was so great. The delicate touch of real art is so different from the propagandist style. Hardy has a short story called 'Son's Veto' that reminded me of the episode in the Wet Parade', the incident of Roger Chilcote and Anita. All the difference between raw manure and fruit made out of it. The substance is the same, but the composition and flavour are so different." - “ અમેરિકાના દારૂબંધીના પ્રશ્ન ઉપર જે કાંઈ કહેવા જેવું છે તે સઘળું કહેવા માટે ‘વેટ પેરેડ’માં નવલકથાની કળા ઠાલવવામાં આવી છે. એક પછી એક પ્રકરણોમાં વાર્તા વ્યવસ્થિત રીતે ઊઘડતી જાય છે. દારૂબંધીના બધા મુદ્દા તેમાં સાંકળી લીધા છે. નિશ્ચિત હેતુસર અને નિશ્ચિત કાર્યક્રમ મુજબ બધું ચાલે છે એ જાણે વધારે પડતું લાગે છે. એ મતનાને સંતોષ થાય, બળ મળે તથા દલીલો તથા વિગતોનાં શસ્ત્રાએથી સજજ થવાય એવી રીતે વિષયના દરેક મુદ્દાની સારી રીતે છણાવટ કરવામાં આવી છે. તમને યાદ હશે કે મથુરાદાસે ઝોલાની એક ચોપડી મને વાંચવા આપી હતી. આની સરખામણી એની સાથે થઈ ન શકે એટલી એ ઉત્તમ છે. એ ચાપડીમાં દારૂબંધી નહીં પણ દારૂને પ્રશ્ન ચર્ચે લે છે. સિંકલેરની એક ૨૫૯

Gandhi Heritage Portal

૨૫૯