પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ચોપડીમાં અમેરિકન રાજ્યપ્રકરણમાં ચાલતી રુશવતખારીની સમથ ઝાટકણી છે. એ ચોપડી વાંચીને હિંદુસ્તાનના રાજ્યપ્રકરણના ભવિષ્ય વિષે દિલમાં ડર પેદા થાય એવું છે. | $$ પણ અપ્રનસિંકલેર જેવા કેવળ પ્રચારક લેખક કરતાં પહેલી પંક્તિના અંગ્રેજ લેખક બહુ ચઢી જાય. “ વેટ પેરેડ’ પૂરી કર્યા પછી તરત હાર્ડીની ટૂંકી વાર્તાઓની એક ચોપડી મેં હાથમાં લીધી . . , બે વચ્ચેના તફાવત બહુ ભારે લાગે. પ્રચારશૈલી કરતાં કળાનો નાજુક સ્પા એ જુદી જ વસ્તુ છે. હાર્ડીમાં Son's Veto (પુત્રની નામંજુરી) નામની એક ટૂંકી વાર્તા છે. તે ‘વેટ પેરેડ'માંના રાજર શિકાટ અને એનિટાના પ્રસંગની યાદ કરાવે છે. કાચુ ખાતર તથા તેમાંથી જ નીપજતાં ફળ જેટલો તફાવત એમાં છે. વસ્તુ તત્ત્વતઃ એક જ છે, પણ તેની રચના અને વાસ જતુદી છે.” - આમાં કલાકાર અને પ્રચારક વચ્ચેના જે ભેદ ચર્ચે છે તે દેવદાસને કાગળ લખતાં બાપુએ ઉપાડી લીધા અને પોતાનો અભિપ્રાય તેના ઉપર દર્શાવ્યો : “ અમેરિકાના લેખક પ્રત્યે રાજાજી કંઈક ભરમાયેલા છે. હાર્ડીનું કંઈ મેં વાંચ્યું નથી. ઝાલાનું નથી વાંચ્યું એ હંમેશાં સાહ્યું છે. પણ સિંકલેરને મુદ્દલ તરછોડી શકાય તેમ નથી. પ્રચારષ્ટિએ લખાયેલી નવલકથામાં પ્રચાર એ જ દોષ છે, એમ માનીને એને હલકી કરાય જ નહીં. પ્રચારકને સારુ તો એની કળા એમાં જ ઠલવાઈ જાય છે. પેતાની દૃષ્ટિને એ છુપાવતા નથી. અને એમ છતાં વાર્તામાં એ રસની હાનિ થવા દેતા નથી. Uncle Tom's Cabin (અકલ ટેસ્સ કૅબિન) ઉઘાડેછોગે પ્રિચારને સારુ લખાયેલી વસ્તુ છે. પણ તેની કળાને કાણું પહોંચી શકે ? સિંકલેર એક જબરદસ્ત સુધારક છે અને સુધારાને પ્રચાર કરવાને અર્થે એણે જુદી જુદી નવલકથાઓ લખી છે. અને બધી રસથી ભરપૂર છે, એમ કહેવાય છે. વખત મળશે તો હું તે વાંચી જવાનો છું. Natural Law in Spiritual World (241241343 Hi કુદરતનો કાનૂન) વાંચી ગયો. ડ્રમંડની શૈલી આકર્ષક છે, રૂ ૦——”૩૨ પણ એનાં બધાં અનુમાન ખેંચેલાં લાગે છે, અને એક ધર્મા"ધ ખ્રિસ્તીની મનોવૃત્તિ પાને પાને પ્રગટે છે. એના પુસ્તકમાં ખ્રિસ્તી જીવનને બદલે આધ્યાત્મિક અથવા અધ્યાત્મનું જીવન લખે અને ખ્રિસ્તને બદલે ઈશ્વર લખો કે આધ્યાત્મિક સિદ્ધાન્ત લખે તો એનાં વિધાન ઘણાં ઊભી શકે તેમ છે. જેમ જડમાંથી ચેતન ઉતપન્ન થઈ શકતું નથી એમ સિદ્ધ થયું છે, તેમ જ આપણાં મૃત શરીર ચેતનના એટલે કે ૨૬ ૦

Gandhi Heritage Portal

૨૬૦