પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જ્ઞાનના સ્પર્શ વિના ચેતનવંતાં થતાં નથી. ‘ચિત્ત વિષયવાસના થી ભરેલું હોય એનું જ નામ મરણ.’ ‘ જે ભોગવિલાસમાં રહે છે. તે જીવતા છતાં મરેલા જ છે.' “ તને એણે જન્મ આપ્યો છે પણ જો અતિરેક કરવામાં આવે અને પાપ આચરવામાં આવે તો એ મરણ જ છે.” —આનો મર્મ એ જ છે કે ‘જેને પુત્ર (ઈશુ ખ્રિસ્ત) ઉપર વિશ્વાસ નથી તે મરેલો છે.” એનો અર્થ મન્ડના મતે એ છે કે જે ખ્રિસ્તી નથી તે બધા મૃત છે. બૌદ્ધ ધર્મને વિષે બોલતાં એ કહે છે : ‘જેને બુદ્ધમાં વિશ્વાસ છે તેનામાં અધ્યાત્મ છે એમ માણસ કહે તેના કશો અર્થ નથી. કારણુ બુદ્ધને અધ્યાત્મ સાથે કશી લેવાદેવા જ નથી. એણે નીતિની થોડીઘણી વાતો કરી છે. એ માણસને ઉત્તેજી શકે, તેની ઉપર છાપ પાડે, તેને ઉપદેશ આપે, તેને દોરે, પરંતુ જે બૌદ્ધ ધર્મ પાળે છે તેના આત્મામાં ખાસ કશા ઉમેરો થતો નથી. આ ધર્મો માણસના પાર્થિવ, બૌદ્ધિક અથવા નૈતિક વિકાસ સાધી શકે. પણ ખ્રિસ્તી ધર્મના દાવા એથી વિશેષ છે. માણસની બુદ્ધિ અને નીતિ ઉપરાંત તેમાં કાંઈક વિશેષ છે. ખ્રિસ્તપરાયણ માણસમાં એ નવું જીવન રેડે છે.” આની સામે વાંચો કેસલિંગ : ઈશુના ધર્મ પાળનાર આમજનતા ઈશુ ખ્રિસ્તનું ખરું હાર્દ સમજી શકી છે એમ કહેવું બરાબર નથી. એની અસર વર્તુળની સપાટી ઉપરથી કામ કરતી હોય એવી છે. અને ઘણા કેસમાં તો છેવટ સુધી એ એક બાહ્ય આવિષ્કાર જ રહી છે. સાધારણ ખ્રિસ્તીની વાણી અને વર્તન વચ્ચે કેવા ચોંકાવનારા તફાવત હોય છે ? બૌદ્ધોમાં આવે તફાવત તમારા જોવામાં નહી આવે. બુદ્ધે પોતાને ઉપદેશ એટલી સમર્થ રીતે આપ્યા છે કે તેના અનુયાયીઓના દિલમાં એ સાંસરો ઊતરી ગયા છે. ખ્રિસ્તીને મન માનવપ્રેમનો અર્થ ભલા થવાની ઇચ્છા એટલે જ થાય છે, જ્યારે બૌદ્ધને મન દરેક માણસને તે ચઢી શકે એટલે સુધી ચઢવામાં મદદ કરવી એ થાય છે. . . . એટલે જે ધર્માન્તર કરાવે છે તે ખસૂસ એટલા ઊતરે જ છે. જેઓ ધંધા તરીકે અને સતત એ કામ કરે છે તે તો દિનપ્રતિદિન ઊતરતા જ જાય છે, તેથી ખ્રિસ્તી અને ખાસ કરીને Dાટેસ્ટન્ટ પાદરીમાં સુક્તા, અતિક્રમણ, જુલમ, કુનેહની તથા સમજની ખામી, એ ખાસિયતે જોવામાં આવે છે. બૌદ્ધ જેવા ધર્મ માં, જેમાં આ જીવનને હેતુ જ નિર્વાણ પ્રાપ્ત કરવાનો છે એમ શીખવવામાં આવે છે તેમાં આવી ખાસિયતો પેદા થવાનો સંભવ જ નથી.” ૨૬ ૧

Gandhi Heritage Portal

૨૬૧