પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

માણસમાં રહેલી પાપ અને પુણ્યની બેવડી શક્તિનું વર્ણન ડ્રમન્ડે પિતાની શૈલીમાં સુંદર રીતે આપ્યું છે : “માણસમાં એક કુદરતી વૃત્તિ એવી પણ રહેલી છે જે એને પાડે, જડ બનાવી દે અને ધીમે ધીમે એને પશુની કોટિએ ઉતારી દે; એની બુદ્ધિને આંધળી કરી નાખે, એના હૃદયને શુષ્ક બનાવી દે અને એની સંકલ્પશક્તિને કુંઠિત કરી નાખે. આને મારક તત્ત્વ અથવા પાપ કહીએ. એના ઉપાય તરીકે ઈશ્વરે માણસમાં બીજી વૃત્તિ પણ મૂકી છે જે આત્માને આમતેમ ઘસડાઈ જતા અટકાવે છે, તેને ઠેકાણે લાવે છે અને સવળે માગે ચઢાવે છે. આને તારક તત્ત્વ અથવા મુક્તિ કહી શકાય. આમાંનું પહેંલુ તત્ત્વ જે ર્માણસમાં જોરથી કામ કરી રહ્યું હોય અને એના આખા જીવનને નીચે – વિનાશને માર્ગે ખેંચી જતું હોય તો એમાંથી છૂટવાના એક જ માર્ગ છે અને તે એ કે પેલી ઊંચે લઈ જનારી વૃત્તિનો નિશ્ચયપૂર્વક આશ્રય લેવા અને તેને બળે ઉપર ચઢવાના પ્રયત્ન કરવો. આ શક્તિ એ જ દુનિયામાં એક એવી શક્તિ છે જેની કાંઈ પણ અસર પેલી નીચે પાડનારી શક્તિ ઉપર થઈ શકે. એટલે આ શક્તિની ઉપેક્ષા કરે તો માણસ શી રીર્તે બચી શકે ? ” આ દેવી અને આસુરી સંપતનું વર્ણન નહીં તો બીજું શું ?

  1. તેના ઊંચામાં ઊંચા અર્થ માં આત્મા એટલે ઈશ્વરમય થવાની વિશાળ શકિત. | 66 કેટલાંક પ્રાણીઓ દરમાં રહેનારાં હોય છે. તેઓ પોતાનું જીવન ભોંયમાં જ ગાળે છે. કુદરતે પોતાની રીતે એના બદલે તેમને બરાબર આપ્યા છે. એણે તેમની આંખો બંધ કરી દીધી છે. કેટલીક માછલીઓ અંધારા ખાડામાં જ્યાં આંખની જરૂર ન પડે ત્યાં પોતાનાં રહેઠાણ બનાવે છે, તેમને પણ તેમ કરવાના ભય કર બદલે કુદરતે આપ્યા જ છે. તે જ પ્રમાણે આભા પ્રકાશને બદલે અંધકારમાં રહેવાનું પસંદ કરે તો સાદા કુદરતી કાનુનથી જ આત્માની આંખ બંધ થઈ જાય અને તે તેની શક્તિ ગુમાવી બેસે. પેલી પ્રસિદ્ધ અવળવાણીનો અર્થ એ જ છે : “ જેની પાસે કશું નથી, તેની પાસેથી જે હશે તે પણ લઈ લેવામાં આવશે.” તેથી * એની પાસેથી એ સિક્કો લઈ લે.” ”] - પાપનું મૂળ એ પોતાના સ્વરૂપનું અભાન છે. ઈશ્વર હૃદયમાં વિરાજે છે એ સત્યનું અજ્ઞાન છે. એ પણ એણે સરસ રીતે મૂક્યુ છે.
  • જેનું ચિત્ત વિષયી છે, ઈશ્વરથી વિમુખ થયેલું છે, ઈશ્વર પ્રત્યે વળી નથી શકતું તેનું કેવળ નૈતિક નહીં પણ આધ્યાત્મિક મરણ જ થયેલું

Gandhi Heritage Portal

૨૬૨