પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છે. ઈશ્વરથી અળગા થવું, તેની ઈરછાને આધીન ન થવું, ઈશ્વરનું ધ્યાન ન ધરવું એ જ પાપ છે, એ જ નરક છે. આત્માના ઈશ્વર સાથે અમેળ તેને જ ધર્માશાએ પાપનું મુખ્ય કારણ ગણે છે. પાપ એટલે ઈશ્વરને ઇનકાર, ઈશ્વરમાં શ્રદ્ધા.” સેમ્યુઅલ હોર કહે છે કે જયાં સુધી હિંદ રાષ્ટ્રસંઘનાં બધાં અંગો સંધમાં જોડાવા તૈયાર ન થાય ત્યાં સુધી સંધ સ્થાપવાની રાહ જોવી પડશે. ચિતામણિ પૂછે છે કે અંગોમાં તો બ્રિટિશ હિંદના પ્રાંતા પણ આવ્યા. એ પ્રાંતાની પણ મંજૂરી જોઈ શે ? આવી કલ્પના તે અમને સ્વપ્ન નહાતી. બાપુ કહે : “ એમાં તો મુસલમાનોની સાથેના કાવતરાનું વળી એક વધારે આગળનું પગલું રહેલું છે. મુસલમાન પ્રાંતા કહે કે અમારે કૅડરેશનમાં નથી જોડાવું જ્યાં સુધી આટલી શરત ન સ્વીકારો.” જયકર, સમુ, ચિંતામણિ બધા સખત વિરોધ કરી રહ્યા છે. એથી વિશેષ એ લોકો શું કરી શકે ? મિસિસ લિંડસે, માસ્ટર ઓફ એલિયની સ્ત્રી, જેની આંખમાં રહેલી અમી હજી વીસરાતી નથી, જેણે અહિંસાના અનેક કાયડા કાઢયા હતા અને બાપુને વીનવ્યા હતા કે ગમે તે માનો પણ અમારા હૃદયમાં પાપ છે એમ ન માનતા, એને એક સુંદર કાગળ આવ્યા. પોતાના અમેરિકાના પ્રવાસનું વર્ણન લખ્યું હતું અને કુટુંબની બધી ખબર આપી હતી. બાપુએ એને લખ્યું: "You have beaten me. For the past four weeks or more I have been thinking of writing to you and I could not. And now your most welcome letter giving me a budget of family news has come. Thank you for it. What I wanted to say to you was that in everything I have done, I have asked myself how you would take it. Such was the hold your appealing eyes had on me when you spoke to me at that meeting under Prof. Thompson's roof. And then came those never to be forgotten talks under your own roof when you had received me as one of the family. Mahadev is with me. We often talk of all the friends we met in Oxford. Our love to all of you." - “ તમે મને હરાવ્યો છે. છેલ્લાં ચાર અવાડિયાં થયાં હું તમને લખું લખું' એમ ર્યા કરતા હતા અને લખવાનું રહી ગયું. છેવટે કુટુંબના બધા સમાચાર આપતો તમારે ખૂબ જ આવકારપાત્ર કાગળ આવ્યા. તે માટે આભાર. હું તમને એ કહેવા ઈચ્છું છું કે જે કાંઈ હું કરું છું તેમાં ૨૬૩

Gandhi Heritage Portal

૨૬૩