પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

લેખ વાંચ્યા વિના એને ઉતારી પાડતા આભ્ય છું. આજે વાંચી સંભળાવો.” વાંચી સંભળાવ્યો. બાપુ કહે : “ સુંદર લેખ છે. એમાં માત્ર સપાટા કે ટીકા નથી, પણ એમાં તો એના દિલનું દુ:ખ ઉતારેલું છે.” મેં કહ્યું : ૮૬ એણે જયકર-સપ્રના સ્ટેટમેન્ટને મિથ્યા કર્યું છે પણ એ વિનયની ભાષા વાપરી છે. એ કહેવા માગે છે “બાયલું.” ” બાપુ કહે : “ સાચી વાત.” ત્યારે એ લોકોએ સાઈમન કમિશન વખતે કેમ એકાએક જુસ્સા બતાવેલી એ નથી સમજાતું. વલ્લભભાઈ : “ એ લોકોએ એમ ધારેલું કે કદાચ આપણામાંથી થોડાકને કમિશન ઉપર જગ્યા મળી જશે !” આજે સ્વામીના કાગળ ઘણા દહાડા રાહ જોવડાવીને આવ્યા. સુંદર રંગીલે કાગળ છે. *આ વખતે અમને રેડિયાળ માણસેના પનારા પડવો છે.” આ શબ્દો છેકેલા નહોતા. વલ્લભભાઈને મેં પૂછયું : “આ શબ્દો કેમ નહીં છેકાયા હોય?” વલ્લભભાઈ : “ એ કાઈ સમજે તો ના ? રિઢિયાળ એટલે કોણ સમજે અને પનારા એ તો કોણ જાણે શું હશે ?” કિશોરલાલભાઈના પણ કાગળ આવ્યા. એમણે પોતાની વાચનલેખન પ્રવૃત્તિનો ઉલ્લેખ કરીને વધારે વાચનની સૂચના માગી. સ્વામીએ રામકૃષ્ણ, વિવેકાનંદ વિષે બાપુના વિચારો માગ્યા. સ્વામીએ લખ્યું હતું : “ બહાર હોઈ એ તો તમારી પાસે આવી વખત લેવાનું પાપ ન થાય. જેલમાં તો તમારી પાસે આવવા જેટલું ભાગ્ય કળ્યાંથી હોય ? એટલે તમારી સાથે રહી વાત ચર્ચા કરવાનું તો હવે આ જન્મમાં ન જ બનવાનું !” એને બાપુએ લખ્યું : “ તમને જે અનુભવ પાસે છતાં વિયાગનો થયો છે એવા ઘણાયને મારા સંબંધમાં આવનારાઓને થયા છે. એમાંથી જે સંતોષ મળી શકે તે મેળવો રહ્યો. કૅલનબૅકે એક સંદર પ્રમાણ બાંધ્યું હતું. એના પોતાના અનુભવ એવા થી કે જ્યારે પહેલાં મારા સંબંધમાં આવ્યા ત્યારે તે રોજ મળે અને મરજીમાં આવે ત્યારે અને તેટલે વખત લઈ શકે. જ્યારે ખૂબ નિકટમાં આવ્યા અને અમે સાથે રહેવા લાગ્યા ત્યારે સાથે રહેવા સૂવા ખાવા બેસવા છતાં મારી સાથે વાત કરવાનો વખત ભાગ્યે જ મળે, ઑફિસેથી ઘેર જતાં પણ કાઈ ને કોઈ વાત કરનારાં હોય જ. એટલે એ અમારે રોજના ઝધડો થઈ પડયો. તેમાંથી એણે ત્રિરાશિ બાંધી કે જેમ તારી પાસે આવતા જાય તેમ તે તારાથી દૂર રહેતા જાય છે, એવા મારો અનુભવ થતો ગયે છે. મેં એની ત્રિરાશિને ટેકો આપ્યો. અને વધારામાં ઉમેર્યું : “મને સમજયા છે, એટલે તે એટલા નિકટ આવ્યા છે. એટલે તમને મારે વખત લેવાના અધિકાર રહ્યો જ નથી. અને બીજા જે હજી મને ઓળખવાના છે તેને

Gandhi Heritage Portal

૨૬૫