પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છેડીને તમને વખત દેવાનો મને અધિકાર નથી.અને એવી સમજૂતીથી અમારા ખટાર આગળ ચાલ્યા. આવા અનુભવના મૂળમાં એક સત્ય જ રહેલું છે ના ? એકબીજામાં ઓતપ્રોત થયેલા સાથીઓને એકબીજાને પૂછવાપણું શું હોય ? એમ કરે તો પોતાના સામાન્ય કર્તવ્યમાં એટલા અંશે ચૂકયા જ કહેવાય ના ? અને આ વાત બરાબર હોય તો તમારા જેવા સાથીઓ જે પાસે હોવા છત દુર જેવા રહ્યા છે. તેમણે દુ:ખ માનવાનું કાંઈ કારણ નથી.” ! રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ વિષે લખ્યું : ** રામકૃષ્ણ અને વિવેકાનંદ વિષનાં રાલાંનાં પુસ્તકા ધ્યાન અને રસપૂર્વક વાંચી ગયો. રામકૃષ્ણને વિષે હંમેશાં પૂજ્યભાવ તો રહ્યો જ હતો. તેને વિષે વાંચેલું તે થોડું જ, પણ અનેક વસ્તુઓ પૂજારીઓ પાસેથી સાંભળેલી તે ઉપરથીયે ભાવ પેદા થયા હતા. રાલાંનું વાંચવાથી તેમાં વધારો થયો છે એમ નથી કહી શકતો. રોલાંનાં બંને પુસ્તકો ખરું જોતાં પશ્ચિમને સારુ લખાયેલાં છે, આપણને તેમાંથી કાંઈ જ ન મળે એવું તો હું ન કહું. પણ મને બહુ ઓછું મળ્યું છે. જે વસ્તુઓના મારી ઉપર પ્રભાવ પડયો હતો તે પણ રાલાંનાં પુસ્તકોમાં છે. એ ઉપરાંત જે નવી વસ્તુ છે તેથી પ્રભાવમાં કાંઈ વધારો થયો નથી. જેટલે અંશે રામકૃષ્ણ ભકત હતા તેટલે અંશે વિવેકાનંદ હતા એમ મને નથી લાગ્યું. વિવેકાનંદનો પ્રેમ બહોળા હતા, લાગણીથી ભરપુર હતા અને લાગણીથી એ દારાઈ પણ જતા. એ લાગણી એના નાનને સાર હિરમય પાત્ર હતી. ધર્મ અને રાજપ્રકરણ વચ્ચે એમણે જે ભેદ પાડ્યો હતો એ બરાબર ન હતા, પણ એવી મહાન વ્યક્તિની ટીકા શી ? અને ટીકા કરવા બેસી જઈએ ત્યારે ગમે તેની પણ ટીકા કરી શકાય. આપણા ધર્મ આવી વ્યક્તિઓની પાસેથી જે લઈ શકાય તે લેવાને જ છે. તુલસીદાસનો જડચેતન વિષેનો દુહા મારા જીવનમાં બરાબર ઊતરી ગયેલ છે, તેથી ટીકા કરવાનું મને ગમતું નથી. પણ હું જાણું છું કે તમે મારા મનમાં ટીકા જેવું કાંઈ રહ્યું હોય તો તે પણ જાણવાને ઇચ્છો તેથી મેં આટલું લખી નાંખ્યું છે. વિવેકાનંદ મહાન સેવક હતા એ વિષે મારા મનમાં શંકા નથી. જેને તેણે સત્ય માન્યું તેને સારુ પોતાના દેહ ગાળી નાખ્યો, એ તો આપણે પ્રત્યક્ષ જોયું. ૧૯૦૧ની સાલમાં જ્યારે હું બેલૂર મડ જોવા ગયેલે ત્યારે વિવેકાનંદનાં પણ દર્શન કરવાની ભારે અભિલાષા હતી પણ મદમાં રહેનાર સ્વામીએ ખબર આપેલા કે એ તો માંદા છે, શહેરમાં છે અને તેને કેાઈ મળી શકે તેમ નથી, એટલે નિરાશ થયા હતા. મારામાં રહેલા પ્રભાવથી હું ઘણી આપત્તિઓમાંથી ઊગરી ગયો છું. એ સમયમાં એવી કોઈ પણ જાણીતી વ્યક્તિ નહોતી કે જેને હું ભાવથી

Gandhi Heritage Portal

૨૬૬