પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મુંબઈમાં મૂળજી જેઠા માર્કેટમાં બધા પરદેશી કાપડના વેપારીઓ પિતાનું કાપડ સ્વેચ્છાએ ખસેડી લઈ ગયા અને ૨૭– રૂ ૨ કમિશનરની પરદેશી અને સ્વદેશી વચ્ચેની દીવાલ તોડી નાખવાનો હુકમ નકામે કર્યો એ વિષે બાપુ કહે છે : “ હજી એ મારા મનમાં ઊતરી જ નથી શકતું. ‘ટાઈમ્સ'માં પણ એ હકીકત જેમની તેમ આવી છે, એના ઉપર કશી ટીકા નથી એટલે સાચું તો હશે જ, પણ ક૯પનામાં નથી આવી શકતું. વિદેશી અને સ્વદેશીવાળાઓએ મસલત કરી હશે ? કે વિદેશીવાળાઓને સ્વદેશીવાળાની મુંઝવણ સમજાઈ હશે અને આપોઆપ એ પ્રમાણે ક્યું હશે ? ” - હારના સ્ટેટમેટ ઉપર ગાળમેજીના અનેક સભ્યના અભિપ્રાયો આવે છે. તેમાં તાંબેને સૌથી સીધો અને સાચા છે. ઍડિનન્સ વિષે તો કોઈને કશું કહેવાની જરૂર જણાઈ જ નથી. માત્ર એક ફિરોઝ શેઠના બેલેલા કે દેશમાં લડાઈ ચાલુ રહેવાની એ ભયાનક વાત છે, ઈત્યાદિ. લિબરલાને પોતાનું કર્તવ્ય કેમ નહીં સૂઝતું હોય ? હજી સરકારની સાથે સહકારમાં શી મધલાળ ભરેલી હશે ? એ તો ઇચ્છે તો ડિનન્સ રદ કરાવી શકે પણ ઇચ્છતા જ ન હોય. એ આ જમાનાનો મોટો કાયડે છે. દુષ્ટ હેતુઓનું આરોપણ કરવું એ સહેલી વાત છે પણ બાપુની નીતિમાં વિશ્વાસ રાખનાર હું શી રીતે એવા હેતુઓનું આરોપણ કરી શકું ? આ વેળા પણ બાપુએ રવિવારે રાત્રે જ આશ્રમની બધી ટપાલ પૂરી કરી. હંમેશની જેમ . . .ના લાંબા કાગળ -૭- રૂ ૨ આવેલા તેમાં બળાત્કારનો ભાગ થતી સ્ત્રીના આપઘાત કરવાનો અધિકાર બતાવ્યા હતા. જેમ કોઈ માણસની મિલકત કાઈ અનધિકારે લઈ લેતા હોય તેનો પણ આપઘાત કરીને સામાને પલટાવવાનો અધિકાર છે તેમ. એને બાપુએ કાલ્પનિક સવાલો ન પૂછવાનું કહેલુ તેની સામે પોતાને લાંબા બચાવ કર્યો છે. અહિંસાનો પૂજારી હોઈ મારે અહિંસાના બધા કોયડા સમજવાં જોઈએ. મારી પાસે સલાહ માગનારાં આવે તેને મારે સલાહ શી આપવી ? આવા પ્રસંગે જિંદગીમાં ઘણા આવવાના માટે આગળથી તૈયારી રાખવી જોઈએ ઈત્યાદિ, ઈત્યાદિ. એને બાપુએ લખ્યું : “૬ બળાત્કાર બાબત તમારી દલીલ બરાબર લાગે છે. જે સ્થિતિમાં આત્મહત્યા કરવાને સ્ત્રીને ધમ કચ્ચે છે તે સ્થિતિમાં વાલીના પેાતાની રક્ષામાં રહેલી મિલકતને કોઈ લૂટવા આવે ત્યારે પણ આત્મહત્યા કરવાનો ધર્મ હાઈ શકે. २६८

Gandhi Heritage Portal

૨૬૮