પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પણ એ ધર્મ પાતપિતાને સૂઝવા જઈ એ. કોઈ સ્ત્રી બળાત્કાર થતો અટકાવવાને આત્મહત્યા કરવાનું પસંદ ન કરે તો એણે અધમ કર્યો એમ કહેવાનો મને કે તમને અધિકાર નથી. એથી ઊલટુ કાઈ વાલી પિતાની રક્ષા તળે રહેલી મિલકતને બચાવ કરવામાં પ્રાણત્યાગ કરે તો તેણે ધમ આચર્યો જ એમ માની લેવાનો પણ મને અને તમને અધિકાર નથી. તે તે વખતની ઍક્તિની કેવા પ્રકારની ભાવના હતી તે જાણ્યા પછી અભિપ્રાય બાંધી શકાય, આમ ન્યાયની રીતે અભિપ્રાય આપવા છતાં મારી માન્યતા એવી છે કે સ્ત્રી પોતાના ઉપર બળાકાર થતો અટકાવવા, જે તેનામાં હિંમત હોય તે, 'પ્રાણત્યાગ કરવાને તૈયાર થશે. તેથી સ્ત્રીઓની સાથે વાત કરતાં હું પ્રાણત્યાગનું બેસાહન અવશ્ય આપું. અને સમજાવું કે જે ઈચ્છા હોય તો પ્રાણત્યાગ કરવા એ સહેલું છે, કેમ કે ઘણી સ્ત્રીઓ એમ માને છે કે જો એની રક્ષા કરનાર કાઈ ત્રાહિત પુરુષ ન હોય અથવા પોતે ક્યારી કે બંદૂક ઇત્યાદિના ઉપયેાગ કરતાં ન શીખે તો તેને જુલમગારને વશ થયા વિના કે જ નથી. એવી સ્ત્રીને હું જરૂર કહું કે તેણે પારકાના શસ્ત્ર ઉપર આધાર રાખવાની કઈ જરૂર નથી. પોતાનું શિયળ જ રક્ષણ કરશે. પણ તેવું ન બને તો કટારી વગેરેનો ઉપયોગ કરવાને બદલે આત્મહત્યા કરી શકે છે. પોતાને દુર્બલ કે અબળા માની લેવાની કંઈ આવશ્યકતા નથી.

  • હવે કાલ્પનિક પ્રશ્નો વિષે. તમે જે રીતે તમારા પ્રશ્નને વિષે લખે છે. તે જ રીતે હું સમજ્યો હતો અને એવા પ્રશ્નોને હું કાલ્પનિક કહું છું. એવા કાઈક પ્રશ્ન પૂછી શકાય ખરા. પણ કાલ્પનિક પ્રશ્ન બિલકુલ ન પુછાય તો વધારે સારું, એવા પ્રશ્નોની ટેવ કદીયે ન પાડવી જોઈએ. જેને એવી ટેવ પડે છે તે ભૂમિતિ જાણનારો ભૂમિતિના વિશારદ પાસે ઉપસિદ્ધાન્તો છોડાવીને જે દોષ કરે છે તેવા પ્રકારના દોષ છે. એવી રીતે ઉપસિદ્ધાન્તો છોડાવનાર ભૂમિતિ કોઈ દિવસ સારી રીતે જાણી શકતો નથી. એમ જ અમુક સિદ્ધાન્તને અંગે ઊપજનારા અનેક પ્રશ્નોનો ઉકેલ બીજાની પાસે કરાવનારના હાલ થાય. પણ નીતિના સિદ્ધાંતામાંથી ઉત્પન્ન કરેલા પ્રશ્નોને વિષે એના મૂળમાં જ એક મહા દેાષ રહેલો છે. એટલે કે જે આપણે દાખલ લીધા હોય એવા જ સાવ બેસી શકે એવા કિસ્સા જીવનમાં કદી મળી જ શકે નહીં. કપેલા દાખલામાં અને ખરેખર બનેલા બનાવમાં નખ સરખા પણ તફાવત હોય તે તેના ઉકેલ તદ્દન નોખા થવાનો સંભવ છે અને એથી જ મેં તમને ચેતવ્યા કે જ્યાં સુધી અમુક પોતાના અનુભવમાં આવતા કે આવેલા બનાવને વિષે પ્રશ્ન ન હોય ત્યાં લગી એવું કાંઈ બને તો તેને સાર તૈયારી કરવાને અર્થે અત્યારે કલ્પી લીધેલાં દૃષ્ટાંતો છોડાવવાની ટેવ

Gandhi Heritage Portal

૨૬૯