પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પાડવી જ ન જોઈએ. તેમ કરતાં અણીને વખતે એવાં કાલ્પનિક દષ્ટાંતાના જવાબ મદદ દેવાને બદલે તેને રૂંધી નાખે છે. માલિક કામ કરવાને એવી બુદ્ધિ નાલાયક બની જાય છે. એના કરતાં સારું એ છે કે મૂળ સિદ્ધાન્તને બરાબર સમજી લેવા, તેને હજમ કરી લેવા, અને તેને પોતાના કે પોતાનાના જીવનમાં લાગુ પાડવા જતાં ભૂલ થતી હોય તો થવા દેવી. તેમાંથી શિખાશે. પણ એ સિદ્ધાન્તને પોતાનાથી વધારે જાણનારાની પાસેથી પણ મુશ્કેલીઓની સામે પાળ બાંધવાની ખાતર કાલ્પનિક દૃષ્ટાંત છોડાવવાં ન જોઈએ. એમ કરતાં આત્મવિશ્વાસને હાનિ પહોંચે છે. આવો અનુભવ હોવાથી જ ગીતાકારે ૧૦મા અધ્યાયના ૧૦ ગ્લાક રચેલે લાગે છે. તેમાં તો ભગવાને એમ કહ્યું છે ના કે જેઓ તેને પ્રીતિપૂર્વક નિરતર ભજ્યાં કરે છે તેને અણીને ટાંકણે એ બુદ્ધિ સુઝાડી દેશે. અહીં ભગવાનને ઠેકાણે “સત્ય” શબ્દનો ઉપયોગ કરી જોવા એટલે અર્થ તન સ્પષ્ટ થઈ જશે. હવે મારા કહેવાના ભાવ સમજાયે હશે. તમારા કાલ્પનિક પ્રશ્નોને મને કંટાળા નથી, પણ એ પ્રશ્નો કરવામાં હું તમને ઉત્તેજન આપું તેથી તમારું અશ્રેય થવાનો ભય છે. લાભ તો ન જ થાય એવી મારી માન્યતા છે. તમારા બળાત્કારનો જ પ્રશ્ન લે. એ કાલ્પનિક પ્રશ્નને વિષે એક ઉત્તર આપતાં છતાં એના જેવા જ કાઈ બનાવ બને તેના ઉત્તર સાવ નોખા જ આપું. અને તેને બરાબર સમર્થન કરી બતાવ્યું. કાલ્પનિક પ્રશ્ન અને બનેલા બનાવ વચ્ચેના ભેદ પણ બતાવી શકુ એ તદ્દન સંભવ છે. આ બધું સાથીઓ વિષે થયેલા અનુભવ ઉપરથી હું તમને લખી જણાવું છું. હવે આ વિષયને વધારે નહીં લંબાવું.” | બાળકોના પ્રશ્નમાં આ વેળા પણ એકાદ સરસ પ્રશ્ન હતો જ, મંગળાએ પૂછયું હતું : “ શૂન્યવત થઈને રહેવું એટલે ? ” એને બાપુએ લખ્યું : “ શૂન્યવત થઈને રહેવું એટલે સારું લેવામાં સૌથી છેલ્લા રહેવું. સહુની સેવા કરવી, ઉપકારની આશા ન રાખવી, કષ્ટ સહન કરવામાં પહેલ કરવી. આંમ શૂન્યવત રહે તે પોતાના કર્તવ્યમાં નિમગ્ન રહે જ.” શારદાએ પૂછયું : “ મૂળદાસે વિધવાને પોતાની પરણેલી સ્ત્રી કહીને બચાવી એ બરાબર હતું ? વિધવાને બચાવવા પણ ખોટું બોલાય ? ” 64 બાવા મૂળદાસે જે કશું કહેવાય છે તે સાચું જ કહ્યું હોય તો ખાટું કર્યું કહેવાય. તેથી વિધવાનું પણ ખાટું થયું. કેાઈનું દુ:ખ મટાડવાને સારુ પણ ખોટું ન બોલાય. એમ દુ:ખ ન જ મટે.” . . ને ધાર્મિક વાચન પણ છોડવાની સલાહ આપી હતો. તે તે પાળે છે. તેને ફરી લખ્યું : “મેં બતાવ્યા છે તે ઉપાયની જેમ મનથી ૨૭૦

Gandhi Heritage Portal

૨૭૦