પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છું. તારામાં જ હું જે ઈચ્છું છું અથવા જેની મને અભિલાષા છે તે ભરેલું છે. તારી હાજરીમાં બધા ઉપદેશક શાંત થઈ જાઓ, આખી સૃષ્ટિ માન રહો, તું એકલા જ મારી આગળ એલ.” આગળ વળી એક ઠેકાણે : "Thou, oh Lord, My God, the eternal Truth speak to me." હે ઈશ્વર, મારા પ્રભુ, સનાતન સત્ય, મારી આગળ વાત કર.” બાપુ ઈશ્વર શબ્દને બદલે સત્ય મૂકીને ઘણા શ્લોકે વગેરે વાંચવાનું કહે છે. આ સાધુએ સત્યને ઈશ્વર કહીને જ સંબોધ્યું છે.' ટોમસ એ કેમ્પિસનાં સુવચનામાં જાણે કેટલાંક તો ભગવદ્ ગીતામાંથી જ લીધાં હાયની ? ‘થાયતો વિષાર્ ઉંસ: ઇંડારતેષુપઝાય?’ વાળી અનિષ્ટમાલાની સાથે આ સરખા : "Whenever a man desireth anything inordinately, straightway he is disquieted within himself . . . He is easily moved to anger if any one thwarts him. And if he have pursued his inclination, forthwith he is burdened with remorse of conscience for having gone after his passion which helpeth him not at all to the peace he looked for. It is resisting the passions, and not by serving them, that true peace of heart is to be found. Peace therefore is not in the heart of carnal man, nor in the man who is devoted to outward things but in the fervent and spiritual man." a ‘“ માણસ જ્યારે કાંઈ પણ અયોગ્ય ઈચ્છો કરે છે ત્યારે તે અસ્વસ્થ થઈ જાય છે. . . . કાઈ એની આડે આવે તો એને તરત ક્રોધ ઊપજે છે. અને માણસ જો પોતાની વાસનાઓને અનુસરે છે. તો વિષયની પાછળ દોડવાથી ઈશ્કેલી શાન્તિ કદી મળતી નથી. એટલે અંતરાત્માના પશ્ચાત્તાપના એજા નીચે તે કચડાય છે. વિધાનું સેવન કરવાથી નહીં પણ તેમનું શમન કરવાથી અંતરાત્માની સાચી શાન્તિ મળી શકે છે. તેથી વિષયી માણસના હૃદયમાં કદી શાન્તિ હોતી જ નથી, તેમ જ બાહ્ય વસ્તુઓમાં જે લુબ્ધ હોય છે તેના દિલમાં પણ શાન્તિ નથી હોતી. ભક્ત અને આધ્યાત્મિક માણસને જ શાન્તિ મળે છે.” 'नास्ति बुद्धिरयुक्तस्य, न चायुक्तस्य भावना, न चाभावयत: शांतिः । રિહાનાબહેને “ઝફર ’ની એક ગઝલ બાપુને મોકલી હતી તેમાં આ સુંદર લીટી આવે છે : ૨૭ર

Gandhi Heritage Portal

૨૭૨