પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

  • ઝફર આદમી ઉસકા ન જાનિયેગા હો વો કૈસા હી સાહેબે ફહમેઝકા જિસે એશમે યાદે ખુદા ન રહા

જિસે તૈશમે ખરે ખુદા ન રહા.' ‘ ઝફર કહે છે માણસ ગમે તેવા બુદ્ધિમાન હોય પણ જે તે એશઆરામમાં ખુદાને ભૂલી જાય અને ક્રોધમાં ખુદાનો ડર ન રાખે તો તેને માણસ ન ગણશો.” બાપુને મેં કહ્યું : “ શૌકતઅલીને મોઢેથી આ કડીઓ ઘણી વાર સાંભળી છે.” બાપુ કહે : * કેમ ન સાંભળી હોય ? એને ઉર્દૂ કવિએનાં સરસ વચનો માઢે છે. જયારે એ એવાં વચન સંભળાવતા, અને તે જમાનામાં જે વાત કરતાં તે વખતે પણ એ પ્રામાણિક હતા. આજે પણ પ્રામાણિક છે. એ જો હું” એલતો હતો કે છેતરતો હતો એવું મને કદી લાગ્યું જ નથી. આજે એ માને છે કે હિંદુઓ વિશ્વાસને પાત્ર નથી અને એમની સાથે લડી લેવામાં જ કામનું ભલુ છે. આ મનોદશા બૂરી છે. પણ કામની સેવા એના મનમાં છે, એના સ્વાર્થી હેતું નથી. આવા પ્રામાણિક માણસે ઘણા પડવ્યા છે - દાખલા તરીકે સેમ્યુઅલ હાર. એણે અમને બધાને માઢે કહ્યું હતું કે મને તમારી કાઈની શક્તિ વિષે વિશ્વાસ નથી. સૌથી વધારે સાફ વાત કરનાર બેન્ડવિન. એને મેં કહ્યું કે બ્રિટિશ રાજયથી અમારું કશું ભલું" નથી થયું, એ મારી દલીલ છે. ત્યારે એ કહે : - I must tell you that I am proud of my people's record in India. મારે કહેવું જોઈએ કે મારા લોકોએ હિંદમાં જે કર્યું છે તે માટે હું મગરૂબ છું. અને એમાં આશ્ચર્ય શું ? રામકૃષ્ણ ભાંડારકર અક્ષરશ: માનનાર હતા કે એક સામાન્ય ટેમી (અંગ્રેજ સિપાહી) પણ આપણા કરતાં ચઢિયાતા છે.” આજે બાપુએ ચાર કાગળ લખ્યા. તેમાં ત્રણ કાગળ ખરખરાના અથવા તો એ કાગળ અને બે તાર ખરખરાના ! એમ તો મૃત્યુ નથી ૬-૭–'રૂર થતાં એવી એક પણ ઘડી હશે ખરી? જે સમયે આ લીટી લખાઈ રહી છે તે સમયે કેટલાંય મૃત્યુ થઈ રહ્યાં હશે. In the midst of life we are in death - જીવનની વચ્ચે આપણે મૃત્યુમાં જ છીએ - એ જેમ્સ એરીનું વાક્ય એ અર્થમાં પણ સાચું છે. પણ આપણે તો આપણાં ઓળખીતાં કે જેને સ્વજન માનીએ છીએ તેના મૃત્યુની ખબર આવે છે ત્યારે જ મૃત્યુની ધ્રુવતા વિષે જાગ્રત થઈ એ છીએ. વેદમાં આત્માને મૃત્યુ २७३

Gandhi Heritage Portal

૨૭૩