પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

દાંતના એકઠા વિશે વાતો કરવા આવેલા. મેજર ભંડારીએ કાગળ અટકાવવાનું તો એ કારણ આપેલું કે તમે ડિસેટી (મરડે)નું નામ પાડેલું અને તેથી બહાર ગભરાટ થાય. એટલું ન હોત તો એમાં કાંઈ રોકવાપણું હતું જ નહીં' અને એ કાગળા ન પ્રસિદ્ધ થાય એ તમે કબૂલ કરી છે. એટલે તમને ગમે તે લખવાના હક છે એમાં કાંઈ શંકા નથી, એમ કહી ગયા. પેલું ડિસેંટ્રીનું પણ મેજર ભંડારીને ખુશ કરવાના હેતુથી જ હશે.

  • લીડર’માં હમણાં તીખા તમતમતા લેખ આવે છે. આજે દિરાજ

નીતિ ઉપર આકરા લેખ છે. કોંગ્રેસની સાથે સમાધાન ૭–૭– રૂ ૨ કરવું જ જોઈએ એ, એ લેખનો મુદ્દો છે. અને અંત આ પ્રમાણે આવે છે: "The longer a compromise is delayed with what Time and Tide' has described as the strongest, best organized and most ubiquitous party in India' the more complicated will become the Indian problem." “ ટાઈમ એન્ડ ટાઈડ ' કહે છે તેમ “ હિંદમાંની સૌથી વિશેષ બળવાન, સૌથી વિશેષ સંગઠિત અને આખા દેશમાં સૌથી વિશેષ પથરાઈ ગયેલી પાટ’ સાથે સમાધાન કરવાનું જેમ લંબાશે તેમ હિંદના પ્રશ્ન વધુ ગૂંચવાતો જશે.” - આજે વલભભાઈ એ સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું. સાતવળેકરની પાઠમાળાના ૨૪ ભાગ આવ્યા. ટૅમસ એ કેમ્પિસનું પુસ્તક અપાર શાંતિ અને આરામ આપનારું છે. ગીતા અને આપણા સાધુસંતાનાં વચનાની સાથે પદે પદે સામ્ય તો જોવામાં આવે છે જ: "He who only shunneth temptation outwardly and doth not pluck out their root, will profit little; nay, temptations will soon return, and he will find himself in a worse condition." “ જે કેવળ બહારથી વિપ તરે છે, પણ તેનાં મૂળ છેદી નાખતો નથી તેને થોડો જ લાભ થાય છે. એને તો ફરી પાછો મેહ થવાને અને એની સ્થિતિ પહેલાં કરતાં વધારે બગડવાની.” e સરખાવા : * કામ ક્રોધ લાભ મેહનું જ્યાં લગી મૂળ ન જાય, સં ગપ્રસંગે પાંગરે ' ઇત્યાદિ. વળી : દ્રિવાસે ફિ નાતt ગુમનાવિધી, તદ્દસ્ય હૃતિ કરnt વાયુનવનિવમસિ | ને સરખા : ૨૭૭.

Gandhi Heritage Portal

૨૭૭