પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તો કશું જ નથી. સત્ય શબ્દ સતમાંથી બનેલા છે. સત એટલે હાવું. એટલે સત્યનો અર્થ પણ હોવું થયા. ઈશ્વર છે, બીજું કશું નથી. તેથી આપણે જેટલા સત્યની વિશેષ નજીક તેટલા ઈશ્વરની વિશેષ નજીક. જેટલે દરજજે આપણે સત્યમય છીએ, તેટલે દરજજે જ આપણે છીએ. “મરથી અને તેનાં બચ્ચાંને દાખલે સારા છે, પણ માલિક અને તેના ગુલામના વધારે સારી છે. ગુલામ માલિકથી દૂર છે, કારણું શરીરથી નજીક હોવા છતાં, મનથી એકબીજાથી બહુ દૂર છે. તેથી જ મિલ્ટને કહ્યું છે : ‘ચિત્ત એ જ પોતાનું સ્થાન છે' અને ગીતામાં કહ્યું છે : માણસ જ પોતાના સેક્ષ કે બંધનનું કારણ છે.' આ મોક્ષ પ્રાપ્ત કરવાને માટે જ હું કહું છું કે આપણે પરિયા અને મજૂરની માફક વૈતરું કરવું જોઈએ.' આજે જયકર સપુનાં Consultative Committee (મસલત કરનારી કમિટી)માંથી રાજીનામાં આવ્યાં. વલ્લભભાઈ કહે : ૨૦-૭-'રૂ ૨ * દશેરાનાં ટ દોડ્યાં ખરાં.” આ કહેવત મેં અગાઉ નહાતી સાંભળેલી. કાલે પણ એમને આવી જ એક કહેવત હાટે આવી * ધરડી થઈ ને તો લીંબાળી પણ પાકે એમાં શું ?” ગઈ કાલે સાંજે સરકાર તરફથી સેન્સર થઈને ટપાલ આવી. એમાં કૃષ્ણદાસનો કાગળ હતા અને તેમાં બંગાળના થડા મિત્રોની ખબર હતી. સતીશબાબુએ ચરખાવર્ગ ચલાવવા માંડયો છે, ૮૫ વર્ષના હરદયાલ નાગ મઝા કરે છે વગેરે. હરદયાલ બાબુને માથું નમે છે. એ માણસ સેવા કરતાં જ મરશે એમાં મને શંકા નથી. એણે આરામ જાણ્યો નથી. એના જેવા સરલ સ્વભાવના સાચા માણસો મહાસભાના મંડળમાં એાછા હશે. બાપુ કહે : એણે અનાસક્તિયોગ સાથે છે.” મેતીલાલ રાયનો પણ એક સરસ કાગળ હતા. એમાં હિંસા અને વિપ્લવમાં માનનાર એક સંપૂર્ણ રીતે પલટાઈને એમને ત્યાં જોડાયે, તેને પકડવામાં આવ્યા અને પરહેજ કર્યો છે, એ જણાવ્યું છે. એણે જઈને પોલીસની સાથે ચર્ચા કરી પણ તેમણે ન માન્યું ! બાપુને વિષે એની શ્રદ્ધા વધતી જાય છે એમ લખે છે. આજની ટપાલમાં ઘણા કાગળા થયા, અને ઠીક લાંબા છે. વલ્લભભાઈ કહે : “ ભલે, જેટલા વધારે થાય તેટલા સારા. ભાષાંતર કરી કરીને થાકી જશે એટલે કહેશે કે જવા દો, આ કાગળામાં શું છે ? ”” ૨૮૦

Gandhi Heritage Portal

૨૮૦