પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અનેક આંકનું સારામાં સારું સૂતર કાઢો અને તે કાઢવામાં ત્રાકના, રેટિયાના, કપાસની જાતનો, પીંજણના અને તમારા પોતાના એટલે કારીગરાનો હિસ્સો કેટકેટલો હતો તેનું પૃથકકરણ કરી, એની નોંધ રાખે, તમારા અનુભવે બીજાના અનુભવની સાથે મેળવા, તેમાંથી જે પુસ્તક તૈયાર થાય તે પુસ્તક ધર્મને કાંટે જોખાયેલી સોનાની પાટલીની જેમ ચાલશે.” સૂતરતા આંક કયાં સુધી વધારવા ઇરછે એમ પુછાયેલું તેના જવાબમાં લખ્યું : ** એક વખતે ૨૦ લગીની હદ રાખી હતી, પછી ૪૦ ઉપર ગયે. હવે કુશી હદ રાખતો જ નથી. ૪૦૦ આંક લગી પહોંચી શકીએ એવા કપાસ આપણને મળે અથવા આપણે ઉગાડીએ, એટલા ઝીણો આંક કોઢી શકાય એવું આપણે પીંજી શકીએ, એવું કાંતવાની ધીરજવાળા કે વાળી કાંતી આપનાર મળે, અને એટલું ઝીણું સૂતર વણી આપનાર ફળ વણુ કર આપણને મળે, તો હું અવશ્ય ઇરછું કે આપણે એ આંકને પડાંચવું જોઈએ. મતલબમાં આપણા અનુભવ અને આપણી ધગશ જેટલે લગી લઈ જાય એટલે લગી જથામાં હું બહુ અર્થ જોઉં છું. કેમ કે તેથી હાથે કાંતવાની કળાની કિમત એકદમ વધી જવાની પૂરેપૂરો સંભવ છે.” e અમારા પાકીટ ઉપર અક્ષર ફરેલા હોય તે ઢાંકવા એની ઉપર રંગીન પટ્ટીએ લગાવતા, તેનું અનુકરણ કરીને પ્રેમાબ ડેને કાંગરાવાળી પટ્ટીઓ સારા પાકીટ ઉપર લગાડી. તેને બાપુએ : ““ તે પરબીડિયું શણગારવાને પ્રિયત્ન કર્યો ને તે બગાડવું. ઉપાગ વિનાના શણગારને વિષે એમ જ સમજવું. . . . તારી કાંગરાવાળી કાપલીઓ અરધી ઉખડી ગઈ હતી તેથી બહુ ખરાબ લાગતી હતી. ઉપગ તો કંઈ હતી જ નહીં. તેમાં કરેલી મહેતન બરબાદ ગઈ અને વખત. તેમ તેટલા કાગળ બગડવા, તેટલું પ્રજાનું નુકસાન. સાર બે કાઢ : સમજ્યા વિના કાઈનું અનુકરણ ન કરવું. શણગાર સારુ રચેલા શણગાર એ શણગાર નથી. યુરોપમાં મેટાં દેવળા છે તેને વિષે કહેવાય છે કે તેના બધા શણગારની પાછળ ઉપયોગ તો રહેલે જ હાય છે. એ ખરું હોય કે ન હોય. મેં કહ્યા છે તે નિયમને વિષે શંકાને સ્થાન નથી.' e એ જ કાગળમાંથી બીજો ઉતારો : ‘‘ સાચું ખાટું તો દૈવ જાણે, પણ એમ કહેવાય છે કે માણસે પાસેથી હું બહુ વધારે કામ લઈ શકું છું. આ ખરું હોય તો કારણ એ છે કે તેને વિષે મને ચારીના શક જ નથી આવતા. જે આપે તેથી સંતોષ માનું. કેટલાક એમ પણ કહેનારા છે કે મને જેટલે અંશે માણસે છેતરે છે તેટલે અંશે બીજા કોઈને ભાગ્યે જ છેતરતા હશે. આ પરીક્ષા ખરી કરે તો પણ મને પશ્ચાત્તાપ નહીં ૨૮૨

Gandhi Heritage Portal

૨૮૨