પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

થાય. હું જગતમાં કાઈ ને છેતરતા નથી એટલું પ્રમાણપત્ર મને મળે તો મને બસ થાય. તે કાઈ ન આપે તો હું પોતે તો તે મને આપું જ. મને અસત્ય સૌથી ખરાબ લાગે છે. 64 * વધારેમાં વધારે લેાકાનું વધારેમાં વધારે ભલું અને “બળિયાના બે ભાગ’ના નિયમને હું માનતો નથી. સહુનું ભલું સર્વોદય અને નબળા પહેલા એ નિયમ મનુષ્યને સારુ છે. આપણે એપના મનુષ્ય કહેવાઈ એ છીએ, પણ ચોપગાં પશુના સ્વભાવ તો હજુ પડી શકયા નથી. એ છેાડવામાં ધર્મ રહ્યો છે.' નારણદાસભાઈના કાગળમાંથી : “ એક જ વસ્તુ સાચા માણસને માટે બસ છે. ગજા ઉપરાંત કંઈ સાથે લેવું નહીં. અને ગજાની હેઠળ રહેવાને લાભ કદી કરવા નહીં. જે ગજા ઉપરવટ કરવા જાય છે એ અભિમાની છે, આસક્ત છે. જે ગજા હેઠળ કરે છે તે ચોરી કરે છે. સમયપત્રક રાખીને આપણે અજાણપણે પણ એ દોષમાંથી ઊગરી શકીએ છીએ. ઊગરી જઈ એ છીએ એમ નથી કહેતા કેમ કે જો સમયપત્રક તાનપર્વ ક અને ઉલાસપૂર્વક ન રાખીએ તે એનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકતા નથી.” આ વખતે વિદ્યાભ્યાસ ઉપર, લેખ લખ્યો. તેમાં સાહિત્યના અભ્યાસ, સત્યદર્શનાર્થે અભ્યાસ અને આત્મદર્શનાર્થે અભ્યાસ એ ભેદ પાડીને છેલ્લા બે અભ્યાસની ઉપર આપણે લક્ષ રાખવું જોઈએ અને આશ્રમમાં એના ઉપર જ ધ્યાન આપવું જોઈએ એમ જણાવ્યું. નારણદાસભાઈ ઉપર વળી એને વધાર્યો. જે માણસ કામ સારું આપે તેની પાસેથી વધારે માગે ગયા વિના બાપુને તૃપ્તિ જ નથી. ** આશ્રમ એક મહાન શાળા છે. જેમાં અમુક સમય જ શિક્ષણના છે એમ નહીં પણ બધા સમય શિક્ષણનો છે. પ્રત્યેક વ્યક્તિ જે આત્મદર્શન-સત્યદર્શન-ના ભાવથી આશ્રમમાં વસે છે તે શિક્ષક છે અને વિદ્યાર્થી છે. જેમાં તે નિપુણ છે તે પરત્વે શિક્ષક છે, જે તેને શીખવાનું છે તે પર તે વિદ્યાર્થી છે.' * મોટામાં મોટું શિક્ષણ ચારિત્ર-કેળવણી છે. જેમ જેમ આપણે યમનિયમોના પાલનમાં વધતા જઈ એ તેમ તેમ આપણી વિદ્યા – સત્યદર્શનની શક્તિ - વધ્યાં જ કરવાની.' ભાઉએ પૂછ્યું હતું : પ્રાતઃ સ્મરામિ વાળા કલેક બેલીએ એ દંભ નથી ? આપણા વ્યાપાર તે આખો દિવસ શરીર આપણે છીએ એવી ૨૮૩

Gandhi Heritage Portal

૨૮૩