પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અમલ કરવાનું પણ મળી રહે છે. ધાર્યું પાર ન પડે ત્યારે મનને આધાત પહોચે છે કે નહીં એ જાણી શકાય છે. અને આઘાત પહોંચે એટલી કચાશ તે ગણાય જ, એમ વિચારીને આધાતને આગળ આવવા નથી દેતા. મળવા ચોગ્ય માગવું, માગતાં મળે તે વાહ, ન મળે તે વાહવાહ. સરોજિની વૈદરાજ થશે તેને સારુ તેને મારી વતી ધન્યવાદ દેજે. તેમને એ પણ કહે કે તેની મીઠાઈ એના ઉપગ અહીં ઘણાયે કર્યો હતો. પણ આને અર્થ એવો ન જ કરે કે ફરી મોકલવાની છે. રસના ઘૂંટડા નહીં પણ ટીપાં જ હોય. મેં તો પ્રથમના કાગળમાં પણ વિનોદ જ કર્યો હતો. એવી વસ્તુઓ અહીં અમને ન જ શોભે. તેને બધુંય શોભે. તેની ચાલ મારા જેવા ચાલવા જાય તો પછડાય. અહીં તો એક દાસ છે, એક મેડૂત છે અને એક હમાલ છે. આવી મૂર્તિઓ સોનેરી સાજ પહેરવા બેસે તો તેને ગામડામાં છોકરાં કાંકરા મારે, ને તે બરાબર હોય. આ બધું સરોજિની દેવીને હસાવતાં હસાવતાં કહી શકાય તો કહેજો. નહીં તો જે શિક્ષા તેમાંથી બીજી બહેનોને લેવાની છે તે લઈ લે. મેં તો વિનોદમાં એટલી શિક્ષા પણ સમાવી દીધી છે.” ટેમસ એ કમ્પિસનાં આ સૂત્રવાક્યો સુંદર છે : "No man can safely appear in public, but he who loves seclusion. "No man can safely be a superior but he who loves to live in subjection. "No man can safely command but he who hath learned how to obey well.. "No man can rejoice securely but he who hath the testimony of a good conscience within." ૬૬ કેાઈ માણસ જાહેરમાં સલામતીથી નથી આવી શકતો, જેને એકાંત પ્રિય ન હોય. - “ કોઈ માણસ સલામતીથી ઉપરી નથી થઈ શકતો, જેને હાથ નીચે રહેવાનું પસંદ ન હોય. - “ કોઈ માણસ સલામતીથી હુકમ નથી આપી શકતા, જેને સારી રીતે હુકમ ઉઠાવતાં ન આવડતું હોય. & કોઈ માણસ સલામતીથી આનંદ નથી ભોગવી શકતો, જેનું હૃદય અંદરથી શુદ્ધતાની સાક્ષી ન પૂરતું હાય.” તરમાડું શુત્તિક સંતિય યુદ્ધાય તનિશ્ચય ના ભણકારા આમાં કેવા ચમત્કારિક વાગે છે : ૨ ૮૫

Gandhi Heritage Portal

૨૮૫