પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

"Arise, and begin this very instant, and say, now is the time to do, now is the time to fight, now is the proper time to amend my life. "Except thou do violence to thyself, thou wilt not overcome vice." ઊઠ અને આ ક્ષણે જ શરૂ કર. કહે કે આ ક્ષણ જ કરવાની છે. આ ક્ષણ જ લડવાની છે, આ ક્ષણ જ જીવનને સુધારવાની છે. તારી જાતને માર્યા વિના તું વિષયને જીતી શકશે નહીં. ” બાપુ આ શરીરે માક્ષ અશકહ્યું છે એમ કહે છે તે : "As long as we carry about this frail body we cannot be free from sin, nor live without weariness and sorrow. ... We must wait God's mercy till iniquity pass away and this mortality be swallowed up in life." tf જ્યાં સુધી આપણે આ નશ્વર શરીર ધારણ કરીએ છીએ ત્યાં સુધી પાપમાંથી મુકત થઈ શકીએ નહીં, તેમ થાક અને કલેશ વિના પણ રહી શકીએ નહીં. . . . જ્યાં સુધી પાપ નિમ્ળ ન થાય, અને આ મૃતત્વ અમૃતમાં મળી ન જાય ત્યાં સુધી ઈશ્વરની દયા યાચતા આપણે જીવીએ. ગઈ કાલે પ્રેમાબહેનને નિરર્થક શણગાર વિષે લખ્યું અને મથુરાદાસને ૪૦૦ નંબરના સૂતર વિષે લખ્યું એટલે બાપુના કળા ૨૬-૭–' ૩૨ વિષના વિચારોનું જરા પુનરાવર્તન કરી જવાનું મન થયું. ઠીક ચર્ચા થઈ તેના સાર અહીં આપું છું. “ કળા ઉપગથી છૂટી પાડેલી કુપી શકાય તેમ નથી. હા, ઉપયોગનો અર્થ વિશાળમાં વિશાળ કરવા જોઈએ. ૪૦૦ આંકનું સૂતર પહેરવાને માટે કામનું ન હોય પણ ચારસે આંકના સ્તરે પહોંચતાં જે જે પરિશ્રમ કરવા પડે છે, કાંતવાના શાસ્ત્રની જે જે ગૂંચ ઉકેલાય છે અને જે જે રહસ્ય ખૂલે છે તે દરિદ્રનારાયણને માટે લાભદાયી છે જ. પહેરવાને માટે પણ ઉપયોગ હોય. ૨૦ આંકની દષ્ટ રાખી હતી ત્યારે માંડ ૧૦ આંકનું સૂતર થતું હતું. ૪૦૦ આંકની દૃષ્ટિ રાખીએ તો ૫૦-૬૦ આંકને સહેજે કાઢતા થઈ જઈશું. એટલે કાંતવાની કળાના વિકાસની દૃષ્ટિએ પણ ૪૦૦ આંકની નેમ રાખવી એ બહુ ઉપયોગી વસ્તુ છે. ૫૦-૬૦ કે ૧૦૦ આંકનું સૂતર ભલેને આપણે ન વાપરીએ. સેવક તા પોતાના શરીરને ૬ આંકના સૂતરથી ઢાંકશે. પણ નાજુકમાં નાજુક શરીરવાળાની હાજતને આપણે પહોંચી શકીએ એ સિદ્ધ કરી આપેલું હશે તો જ આપણે દરિદ્રનારાયણની સેવા ૨૮૬

Gandhi Heritage Portal

૨૮૬