પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કરી છે. ૪૦૦ આંકના સૂતરની પાછળ દરિદ્રનારાયણની સેવાની ધરતી (background ) રહેલી હોવી જોઈશે જ. અને દરિદ્રનારાયણની સેવામાં ૪૦૦ના આંકના વાપરનારની અવગણના હોય. વેટિકનમાં જે ઉત્તમ ચિત્રો અને સ્મૃતિઓ જોઈ ને હું ઠરી ગયે તે શું બતાવે છે ? ભલે ને એ ચિત્ર અને મૂર્તિઓ જોવાની બધાની પાસે આંખ ન હોય, કોઈકને જ આત્મા તે જોઈ ને ઊછળી શકતો હોય, તેથી શું ? અને જેણે એ મૂર્તિ બનાવેલી હશે અને ચિત્ર ચીતર્યા હો તે માણસે તો દરિદ્રનારાયણની એટલે માનવસમાજની સેવાની ક૯પના રાખેલી હશે જ, હા, કેાઈ ચિત્ર જોઈને મનમાં બીભત્સ વિચારો જ આવે તો તેને હું કળા નહીં કરું. માણસને નીતિમાં એક પગલું આગળ વધારે, એના અાદ ઊચા કરે. એ કળા; એની નીતિને ઉતારે તે કળા નહીં પણ બીભત્સતા. હમણાં આકાશદર્શનનાં પુસ્તકો વાંચુ છું. અનેક શેાધાને પરિણામે એ સિદ્ધ કર્યું છે કે સૂર્યની ઉપરની એક ક્વેર યાડ જેટલી જગ્યાની ગરમી આપણી પૃથ્વીને ટકાવવાને માટે પૂરતી છે. એ શોધની કશી કિમત કે ઉપચાર ન દેખાય, પણ એને તો પારાવાર ઉપગ છે. એ સૂર્ય હારો અને લાખે માઈલ પૃથ્વીથી દૂર છે, એને સ્થાને છે, આપણે આપણે સ્થાને છીએ. એ જ રીતે એક કાલામાંથી માઈલના માઈલ લંબાય એવા તાંતણા કાઢી બતાવીએ એ કાંતવાના શાસ્ત્રને માટે ઉપાણીમાં ઉપાગી વસ્તુ છે. 6 આશ્રમમાં જે કેળવણીની કલ્પના કરી રહ્યો છું તે બાળકની સ્વતંત્રતાની. નાનામાં નાના બાળકને એમ લાગે કે હું કાંઈક છું. એની ખાસ શક્તિ શેમાં રહેલી છે તે આપણે જોવું જોઈશે અને એક વાર જાણ્યું કે એમાં એ નીવડે એમ છે તો તેને માટે બધાં સાધના એકઠાં કરી આપીએ. . . હા, એ બધા જ્ઞાનનો ઉપયોગ એ સમાજને અર્થે કરે એ શરતે. . . અને માટે ગમે તેટલો ખર્ચ કરવાનો વિચાર કરે તે એ જ દૃષ્ટિએ. કારણ એનામાં યંત્રશાસ્ત્રીની પ્રતિભા છે એમ જોયું. બાકી પુસ્તકો વંચાવી વંચાવીને બુદ્ધિને પૂરી નાખવાનું આપણું ધ્યેય નથી. આપણે ત્યાં તે માબાપ બાળકોને માટે જીવશે, બાળકો પાસેથી શીખશે અને બાળકોને શીખવશે. આખું જીવન શાળા અને શિક્ષણરૂપ થઈ જવું જોઈશે. “ હજી આપણે કાંઈ બહુ સાધી નથી શકયા, કારણ આપણી ઉંમર કેટલી ? સેળ વર્ષની. તેમાંય છેલ્લાં ૧૨ વર્ષ તે લડવામાં જ ગયાં, એમ લડતાં લડતાં આપણે ઘડાઈ એ એ કાંઈ મેટું નથી. '૩૦માં આરંભ આશ્રમને હોમીને કર્યો એ આપણા વિકાસને એક ક્રમ કહેવાય.” ૨ ૮૭

Gandhi Heritage Portal

૨૮૭