પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મેજરની પાસે આજે ઘી મંગાવતાં જાણ્યું કે ગઈ વખતે ચાખુ ધી એમણે અમારે માટે ખરીદી મંગાવેલું નહીં, પણ ૨૨-૭–' રૂ ૨ પાતાને ઘરેથી મેકલેલું. કાગળને વિષે પૂછયું તો કહે : “ કંપ જેલમાં અને સ્ત્રીઓની જેલમાં મોકલવાના કાગળા પણ સરકારને જોવા માકવવા પડશે.” બાપુ કહે : “ તો મારે નથી આપવા અને એ બાબત મારે લડી લેવી પડશે.” મેજર બિચારા આ પછી રાજદ્વારી સ્થિતિ વિષે પૂછવા લાગ્યા. બાપુ કહે : ** લિબરલમાં જરાય સ્વમાનની ભાવના રહી નથી એમ સેમ્યુઅલ હારે માન્યું હોય તે જ આવી દરખાસ્ત કરે. ખરી રીતે તો ગાળમેજીમાં પણ મસલત જેવું કાંઈ હતું નહી. સરકારી સભ્યો જ પોતાનું ધાર્યું કરે છે એમ મેં જોયું. છતાં એમના મનને કંઈક સંતોષી શકે એવી એ યાજના હતી. આ યોજનામાં એવું મનને સમજાવવાપણું પણ કશું નથી, એટલે એ લેકે એનો અસ્વીકાર કરે નહીં તો શું કરે ? ” વલભભાઈ એ પૂછયું : હવે લિબરલો શું કરશે ? ” બાપુ કહે : “એમની મુશ્કેલ સ્થિતિ છે. કેંગ્રેસ સાથે જોડાઈ શકે નહીં, અને આ વલણ ચાલુ કયાં સુધી રાખી શકશે ?' વલ્લભભાઈ : ૬ તમે એમને ઓળખે એટલે પૂછું છું.” બાપુ : “ ઓળખું છું એટલે એમની મુશ્કેલી જણાવું છું.” જાનના ‘મૅડનું રિવ્યુમાં આવેલા ‘બંગાળના હિંદુઓનું જાહેરનામું ' એ લેખ પરની ‘મુસલમાન’ની ટીકાતા રામાનંદ ચેટરજીના સરસ જવાબ વાંચે. બાપુ કહે : * બિચારા “ મુસલમાન ના અધિપતિ આ જવાબ સમજી પણ નહીં શકે.” આજે ટપાલમાં ખાસ ચૂંટીને બે ત્રણ કાગળો સરકાર તરફથી મોકલવામાં આવ્યા. જાણે પજવવાને માટે જ એવા ? રૂ–૭–*રૂ ૨ કાગળ મોકલાયા હાયની ? એકમાં એક મુસલમાનના બખાળા છે. બીજામાં એક જણ કહે છે કે “ભગવાન કશું કરી શકતા નથી અને કમનાં જ ફળ મળે છે, ત્યારે ભગવાનની પૂજા કરવી તેના કરતાં દયા ન ખાવી?' આવા કાગળ મેજર બિચારા જાણી જોઈને આપતા જ નહોતા અને કામના કાગળો આપતા. હવે સરકારને ત્યાં કામના કાગળા રહે છે અને નકામા અહીં મોકલાય છે. મેં કહ્યું : “ આ ચીડવવાને માટે જ ના ? ' બાપુ કહે : “વલ્લભભાઈ નો ઉદાર અર્થે કરા એ સારું.' વલ્લભભાઈ એ એ અર્થ કરેલા કે કોઈ ૨૮૮

Gandhi Heritage Portal

૨૮૮