પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ટોમસ એ કેમ્પિસ : | 6 આ ઊંચામાં ઊંચા અને સૌથી સંપૂર્ણ પાઠ છે કે પોતાની જાતને સાચેસાચી પિછાનવી અને તે પ્રત્યે વિરક્ત રહેવું. - ૮૪ પાતાની જાતને શૂન્ય ગણવી અને બીજાને હંમેશાં ઊંચા અને સારા ગણવા, એ મેટામાં મોટું ડહાપણ છે. તેમાં જ પૂર્ણતા છે. | “ આપણે બધા જ પામર છીએ, પણ તારા જેવા પામર કોઈ નથી.” જ્યાં સુધી બીજા સૌથી તું નીચે છે એમ તને નહીં લાગે ત્યાં સુધી તું કશી પ્રગતિ કરી શકશે નહીં.” આ કેવળ ઉપદેશ કે નીતિનાં વાક્ય નથી, આમાં મનોવિજ્ઞાનની દૃષ્ટિએ એક મોટું સત્ય રહેલું છે. ખરી રીતે માણસ પોતાને જેટલે જાણે છે એટલે બીજાને કાઈને જાણતા નથી. એટલે પોતાના દોષો જેમ જેમ તેને સ્પષ્ટ દેખાતા જાય છે તેમ તેમ તે દોષો બીજામાં ન પણ હોય એમ એને લાગતું જાય છે અને એ પ્રામાણિક હોય તો પોતાને બીજાના કરતાં ઊતરતો માનતા જાય છે. વળી આ સુવર્ણવાકય જુએ : If only thy heart were right, then every created thing would be to thee a mirror of life and a book of holy teaching. There is no creature so little and so vile as not to manifest the goodness of God. A pure heart penetrates heaven and hell." - “ જે તારું દિલ સાબૂત હોય તો પ્રાણીમાત્ર તારે માટે જીવનની આરસી અને ધર્મની ચાપડી બની રહે. એક પણ પ્રાણી એવડું નાનું છે એટલું ક્ષદ્ર નથી, કે તેમાં ભગવાનની ભલાઈનાં દર્શન ન થાય. શુદ્ધ હૃદય તો સ્વર્ગ અને નરક બનેનો પાર પામી શકે છે.” આજે હારનું બીજુ ભાષણ પહેલાની પૂતિમાં અને લિબરલેના જવાબ માં થયેલું છાપાંમાં આવ્યું. વલ્લભભાઈ એ પૂછયું : “ કેમ ૬-૭–૩૨ લાગે છે ? ડિરેટાની ખુશામત તો કરી છે.” બાપુ કહે : << ના, એમાં કાંઈ નથી. એ ભાષણમાં ચાલાકી સિવાય કશું જ નથી અને મને બહુ નિરાશા થાય છે. હું એને પ્રામાણિક માનતો હતો. આ ભાષણમાં એ પ્રામાણિક મટી ચાલાક બન્યા છે.” વલભભાઈ : ** કાગળ લખાની.” બાપુ : “ કાગળ લખવાનું ઘણી વાર મન થયું છે.” સાંજે એ જ ભાષણ ઉપર હૉનિમેનનો લેખ વાંચ્યું. બાપુને २८२

Gandhi Heritage Portal

૨૯૨