પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એ લેખ બહુ ગમ્યા. એમાં હર્નિમેંને એને રાજદ્વારી નીતિથી શૂન્ય અને શરમ વિનાનો કહ્યો છે. બાપુએ કહ્યું : “ એ બરાબર છે.” આખો લેખ વાંચીને બાપુ કહે : “ આ માણસ આજકાલ શાક્તશાળી લેખ લખી રહ્યો છે.” આ રહ્યાં હોર્નિમેનનાં એ વાકયો : "He does not know when he is politically dishonest. He is not only unable to appreciate political values, he is quite innocent of any ethics in political conduct.... This speech is a shameless admission that the reservations in the Prime Minister's speech were deliberately intended to leave the way open for the scrapping of the R. T. Conference." a “ પોતે રાજદ્વારી બાબતમાં અપ્રામાણિક ક્યારે બની જાય છે તેનું પણ એને ભાન નથી. રાજદ્વારી મૂલ્યની એ કદર નથી કરી શકતો એટલું જ નહીં, પણ રાજદ્વારી વર્તનમાં નીતિ જેવી કશી વસ્તુ જ એ જાણતા નથી. . . . આ ભાષણમાં એવી બેશરમ કબૂલત આવી જાય છે કે વડાપ્રધાને પોતાના ભાષણમાં જે અધ્યાહાર રાખ્યા હતા તે ગાળમેજી પરિષદના છેદ ઉડાડી દેવાનો માર્ગ ખુલ્લે રાખવા માટે ઇરાદાપૂર્વક જ રાખવામાં આવ્યા હતા.” બાપુ કહે : “ એ માણસને મેં જ્યારે પૂછયું કે તું માને છે કે અમારામાં અમારું ચલાવી લેવાની શક્તિ કે લાયકાત નથી ? ત્યારે એણે કહેલું ઃ “If you want me to be frank, I say yes.” “ નિખાલસ જવાબ આપું. એમ તમે ઇચ્છતા હો તો હું કહું છું કે હા.’ એ માણસના માલવામાં વિશ્વાસ એટલે બધા હતા અને શરમના છાંટા ન હતા.” વલ્લભભાઈ કહે : ૬ પણ આ વેપારી લોકાનું શું ? જેના ઉપર આ આટલી મદાર બાંધી રહ્યા છે ? ” બાપુ કહે : “ એ . . . અને . . . જેવા માણસે.” વલ્લભભાઈ : ‘‘પણ પુરુષોત્તમદાસ અને બિરલાનું શું ?” બાપુ : *એ લાકે હારને કાંઈ વચન આપી ચૂકડ્યો છે એમ નથી, પણ નબળાઈ આવી ગઈ હોય. બિરલા હારને વેચાય તો એણે આપઘાત કરવા જોઈ એ. અને આજે માલવીજી બહાર બેઠા છે, બિરલા માલવીને પૂછયા વિના એક પગલું પણ ન મૂકે એ જાતતો માણસ છે. નહીં, મને ખાતરી છે કે વેપારી લોકોમાં આ માણસે નથી.” બાપુએ વિલાયતમાં જેટલી વસ્તુ કહેલી અને કરેલી તે સાચી પડતી જાય છે. બાપુ પોકારી પોકારીને કહેતા કે આ પરિષદ પ્રતિનિધિત્વવાળી ૨૯૩

Gandhi Heritage Portal

૨૯૩